Home /News /surat /સુરતમાં નવરાત્રીમાં ઘર્ષણ, આયોજકોએ વિધર્મી બાઉન્સરો રાખતા મામલો બન્યો ઉગ્ર

સુરતમાં નવરાત્રીમાં ઘર્ષણ, આયોજકોએ વિધર્મી બાઉન્સરો રાખતા મામલો બન્યો ઉગ્ર

સુરતમાં ઘર્ષણ

નવરાત્રી આયોજનમાં વિધર્મી સિક્યુરિટી ગાર્ડ રખાયા હતા ત્યાં વિરોધ કરવા જતાં હિન્દુ સંગઠનનાં કાર્યકર્તા અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

સુરત : શહેર માં જગદંબાની આરાધનાનાં પર્વ નવરાત્રીમાં અન્ય સમુદાયને એન્ટ્રી નહીં આપવાં માટેની અપીલ ઘણા હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નવરાત્રીમાં વિધર્મી સમુદાયનાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરતાં હિન્દુ સંગઠન અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થતાં મામલો ઉગ્ર બન્યો હતો.

હિન્દુ આસ્થા અને ભક્તિનો તહેવાર એટલે માં આધ્યશક્તિનો પર્વ નવરાત્રી. આખા વર્ષ દરમ્યાન અનેક  હિન્દુ તહેવારો હોય છે, પણ એમાં સૌથી મોટો તહેવાર નવરાત્રી હોય છે. છેલ્લા ઘણા સમયથી હિન્દુ તહેવારોમાં શોભાયાત્રા પર વિધર્મી દ્વારા થયેલા હુમલા બાદ હિન્દુ સંગઠનો દ્વારા તહેવારોમાં વિધર્મી લોકોને પ્રવેશ નહીં આપવાં બાબતે અપીલો કરાય રહી હતી.

જેના ભાગરૂપે નવરાત્રીમાં પણ વિધર્મી લોકોના પ્રવેશ નહીં આપવા બાબતે માંગો ઉઠી રહી હતી. આવી અનેક વિનંતીઓ અને અપીલો પછી પણ નવરાત્રી ઉત્સવનાં આયોજકો આ બાબત ધ્યાન પર લીધી ન હતી અને એની જાણકારી સુરતનાં હિન્દુ સંગઠનોને મળતા ગતરાત્રીએ આવા જ એક નવરાત્રી આયોજનમાં વિધર્મી સિક્યુરિટી ગાર્ડ રખાયા હતા ત્યાં વિરોધ કરવા જતાં હિન્દુ સંગઠનનાં કાર્યકર્તા અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો: સુરતમાં દિવ્યાંગ ખેલૈયાઓએ માણી ગરબાની રમઝટ, જુઓ તસવીરો

બંને વચ્ચે થયેલા આ ઘર્ષણને કારણે ભારે અફરાતફરી મચી જવા પામી હતી અને બે લોકો ઘાયલ પણ થયા હતા. જ્યારે ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ પણ ઘટના સ્થાને પોંહચીને સ્થિતિ પર કાબૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોનું આ બાબતે કહેવું છે કે, જ્યારે અન્ય તહેવારોમાં વિધર્મીઓ વિક્ષેપ ઊભો કરે છે ત્યારે આ તહેવારોમાં તેઓ હિન્દુ યુવતીઓને લવજેહાદમાં ફસાવીને ભગાવી જવાના ઘણા કિસ્સા બનતા હોય છે. જેને કારણે અને હિન્દુ યુવતીનું શોષણ ન થાય એ માટે તેઓ આ પ્રકારનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો: છકડાને કચડીને કન્ટેનર એરફોર્સની દીવાલમાં અથડાયું, 10નાં મોત

વધુમાં હિન્દુ સંગઠનનું કહેવું છે કે, ગરબામાં વિધર્મી બાઉન્સર મુકવાના મામલે અમારો વિરોધ હતો આ મામલે અમે આયોજકોને પહેલા પણ ચીમકી આપી હતી. નવરાત્રીના પાવન પર્વ પર તેમની હાજરી નહિ ચલાવી લેવાય કારણ કે, તેઓ બહેન દીકરી પર નજર બગાડે છે અને ખોટા નામ લખીને તેઓ નવરાત્રીના આયોજનોમાં આવે છે અને હિન્દુ મહિલાઓની અને દીકરીઓની છેડતી કરે છે. માટે આવા વિધર્મીઓ કરતા દીકરીઓની સેવા માટે અમે સેવા આપવા તૈયાર છીએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Navratri 2022, ગુજરાત, નવરાત્રી, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन