Home /News /surat /સુરત : નશેડી યુવકના આતંકનો Live Video, કારની ઉપર ટીંગાઈને તોડફોડ કરી, હાઇવે પર ચક્કાજામ

સુરત : નશેડી યુવકના આતંકનો Live Video, કારની ઉપર ટીંગાઈને તોડફોડ કરી, હાઇવે પર ચક્કાજામ

યુવકે નશાની હાલતમાં મચાવેલા હબંગામાનો વાયરલ વીડિયો

Surat Pipodara viral Video: સુરતના પીપોદરા નેશનલ હાઇવે પર 48 પર યુવકે મચાવી ધમાલ, જુઓ લાવઈ વીડિયો

    Surat Pipodara viral Video કેતન પટેલ, સુરત : સુરતમાં (Surat) એક નશેડી યુવકના આતંકનો (Terror) હચમચાવી નાખતો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. આજે ભરબપોરે નેશનલ હાઇવે 48 પર (National Highway 48) એક નેશડી યુવક આવી ચઢ્યો હતો. આ યુવકે રસ્તા વચ્ચે આતંક મચાવ્યો અને ગાડીઓમાં ટીંગાઈ અને તોડફોડ કરી હતી. રાહદારીઓ આ દૃશ્ય જોઈને ચોંકી ગયા હતા અને લોકોએ તેનો લાઇવ વીડિયો (Live video) શુટ કરી લેતા ઘટના સામે આવી હતી. આ યુવકે કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી જ્યારે રસ્તા પર ખૂબ તોફાન કર્યુ હતું.

    બનાવની વિગતો એવી છે કે આજે નેશનલ હાઇવે 48 પર નશામાં ઘુત યુવકે આતંક મચાવ્યો હતો. આ યુવક નશામાં ધૂત હતો અને તેણે પોતાનો શર્ટ ઉતારી અને આતંક મચાવ્યો હતો. પહેલાં તે એક કાર પર ટીંગાઈ ગયો અને તેણે આ કારના વાઇપર તોડ્યા હતા અને બાદમાં કાર ચાલકે કાર ચલાવતા યુવકે તેના પર ટીંગાઈ ગયો હતો.

    આ પણ વાંચો : સુરતના બે પાક્કા મિત્ર મીત અને ક્રીશે મરતાં મરતાં 12 વ્યક્તિને નવજીવન આપ્યું

    આટલેથી ન અટકતા તેણે અન્ય એક કારને બાનમાં લીધી હતી અને તેની નંબર પ્લેટ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ કારને નુકસાન પહોંચાડી ન શકતા અન્ય એક કાર પર હુમલો કર્યો હતો. જોકે, આગળ લોકોનું ટોળું આવી જતા આ નશેડી યુવકે રસ્તા વચ્ચે બેસી ગયો હતો અને તેના કારણે ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા.



    ટોળાએ મેથી પાક ચખાડ્યો

    લોકોએ આ યુવકને પકડી પાડી અને તેને મેથી પાક ચખાડવાની શરૂઆત કરી હતી. આ યુવકને ટોળાએ મેથી પાક આપ્યા બાદ જાણવા મળ્યું હતું કે તે નશામાં હતો. જોકે, તેણે માદક દૃવ્યોનો નશો કર્યો હતો કે દારૂનો નશો કર્યો હતો તે જાણી શકાયું નથી.

    આ પણ વાંચો :  સૌરાષ્ટ્ર BJPના આ દિગ્ગજ નેતા કાલે AAPનું ઝાડું પકડશે, જિલ્લા પંચાયતના હતા પૂર્વ પ્રમુખ

    પરંતુ નશાની હાલતમાં આ યવુકે પીપોદરા ગામના બ્રીજ પાસે હાઇવેને બાનમાં લઈ લીધો હતો. આમ આ યુવકે લગભગ અડધો કલાક ઉપર આ હાઇવે પર હંગામો મચાવી અને હાઇવેને બ્લોક કર્યો હતો. જોકે, સદનસીબે લોકોના હાથે આવી જતા અધટિત ઘટના થતી અટકી હતી. જોકે, આ યુવક કોણ છે ક્યાનો છે અને કેવી રીતે હાઇવે સુધી આવી પહોંચ્યો તે જાણી શકાયું નથી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarati news, Live Videos, Surat news, વાયરલ વીડિયો, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन