સુરત: શહેર પોલીસ ગુનાખોરી ડામવા માટે ભૂતકાળમાં બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતાં આરોપીઓને પકડવા માટેનું એક અભિયાન લાંબા સમયથી ચલાવી રહી છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં 1995માં એક યુવકની તેના જ મિત્રોએ વહેમ રાખી હત્યા કરી હતી. જોકે, હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયો હતો, ત્યારે આ ગુનાનો મુખ્ય આરોપી પોતાના વતન ઓડીસાથી પરિવાર સાથે ગાયબ થઈ ગયો હોવાની જાણકારી પોલીસ પાસે હતી. આરોપી લાંબા સમયથી પોલીસથી નાસ્તો ફરતો હતો, ત્યારે ગુનાના 28 વર્ષ બાદ સુરત પોલીસે આરોપીને કેરળ રાજ્ય ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રોએ ગદ્દારી કરતો હોવાનનું વહેમ રાખી હત્યા કરી હતી
સુરત પોલીસ ગુનાખોરી ડામવા માટે સતત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ કરી રહી છે, ત્યારે સુરત પોલીસને બાતમી મળી હતી કે, 1995માં 4 માર્ચના રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાંત નગર ખાતે મજૂરી કામ કરતા અને એક જ વતનના રહેતા શિવરામ ઉદય નાયક નામના વ્યક્તિની તેના જ મિત્રોએ ગદ્દારી કરતો હોવાનનું વહેમ રાખી હત્યા કરી હતી.
તે દિવસે રાત્રે 9:00 વાગે શિવરામને પોતાના ઘરની બહાર વાત કરવાના બહાને બોલાવી તેના ઉપર તલવાર અને ચાકુ વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી. મૃતકને ગૌતમ નગરની નહેરમાં નાખી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે મુખ્ય આરોપી તરીકે કૃષ્ણ રઘુનાથ પ્રધાન નામના વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. જોકે, આરોપી ગુનામાં વોન્ટેડ હોવાથી પોલીસે તેની તપાસ શરૂ કરતા હતા, તે મૂળ ઓડીસાના બડા કોડન્ડા તાલુકા ભંજન નગર જિલ્લાનો હોવાનું સામે આવ્યું હતું. જોકે, તપાસ કરતાં આરોપી તેના પરિવાર સાથે વતનથી ગુમ થયો હોવાની વિગતો સતત સામે આવી રહી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, આરોપી મૂળ કેરળ રાજ્યના અધૂરાઈ ગામ ખાતે આવેલા પથનમથીટ્ટામાં સંતાઈને રહે છે. આ વિગતના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.