Home /News /surat /સુરત : મિત્રને પત્ની સાથે પ્રેમ સંબંધ, પતિએ પત્નીની સામે જ મિત્રને પતાવી દીધો, 'પત્ની ઘરમાં લોહીના દાગ લુછતી રહી'

સુરત : મિત્રને પત્ની સાથે પ્રેમ સંબંધ, પતિએ પત્નીની સામે જ મિત્રને પતાવી દીધો, 'પત્ની ઘરમાં લોહીના દાગ લુછતી રહી'

મિત્રએ કરી મિત્રની હત્યા

હુમલા બાદ પત્ની પ્રેમીને હોસ્પિટલ લઇ જવાની જગ્યા પર ઘરમાં પડેલ લોહી સાફ કરવા લાગી, જેથી પતિને પોલીસથી બચાવી શકાય

સુરત : શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. કતારગામમાં રહેતા પત્નીના પ્રેમી પર પતિએ ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પતિને બચાવવા માટે પત્ની પ્રેમીને હોસ્પિટલ લઇ જવાની જગ્યા પર ઘરમાં પડેલા લોહીના દાગ સાફ કરતી રહી, પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી છે.

સુરતમાં દરરોજ એક હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે સતત બીજા દિવસે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કુબેર નગર પાશ્ચનાથ કોમ્પ્લેક્ષમાં રહેતા હાર્દિક ત્રિવેદી નામના યુવાની ચપ્પુના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. જોકે હાર્દિક પોતાના મિત્રની પત્નીના પ્રેમમાં પાગલ હતો, હાર્દિક મિત્રની પત્નીને મળવા માટે બપોરે તેના ઘરે પહોંચ્યો હતો. પત્નીના પ્રેમ સંબંધ બાબતે પતિએ મિત્ર હાર્દિકને ઠપકો આપ્યો હતો, જેને લઈને બંને મિત્ર વચ્ચે પહેલા ઝગડો થયો હતો. બાદમાં આવેશમાં આવેલા પતિએ હાર્દિકને ચપ્પુના ઘા માર્યા હતા.

આ પણ વાંચોસુરત : કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત

જોકે જીવલેણ હુમલાને લઇને હાર્દિકને ગંભીર ઇજા થવા પામી હતી. આ હુમલો કર્યા બાદ પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે પ્રેમી પર થયેલા હુમલા બાદ પ્રેમિકા પ્રેમિને હોસ્પિટલ લઇ જવાની જગ્યા પર ઘરમાં પડેલ લોહી સાફ કરવા લાગી હતી. એક પાડોસી આવી ગયા બાદ હાર્દિકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો - સુરત : રીક્ષા ચાલકો વચ્ચે જાહેરમાં Live મારા મારી Video, 3 લોકો લાકડીઓ લઈ તૂટી પડ્યા

આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં પત્નીની ભૂમિકા પણ શંકાસ્પદ લાગતા તેને પોલીસ મથકે પુછપરછ માટે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. યુવાનની હત્યા મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે.
First published:

Tags: Surat news, Surat police, Surat. murder

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો