Home /News /surat /Surat News: સુરત પાલિકાએ નવું અભિયાન શરૂ કર્યુ, રસ્તામાં કચરો ફેંકનારાને હજારોનો દંડ ભરવો પડશે

Surat News: સુરત પાલિકાએ નવું અભિયાન શરૂ કર્યુ, રસ્તામાં કચરો ફેંકનારાને હજારોનો દંડ ભરવો પડશે

સુરત મહાનગરપાલિકાએ નવું અભિયાન ચાલુ કર્યુ

Surat News: સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરને સ્વચ્છતા ક્રમાંકમાં અવ્વલ રાખવા માટે મહાનગરપાલિકાએ એક અભિયાન શરુ કર્યું છે. તે અંતર્ગત જો કોઈ રસ્તા પર કચરો ફેંકશે તો તેને હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

સુરતઃ સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું શહેર સ્વચ્છતામાં દેશભરમાં સૌથી આગળ છે અને આ સ્વચ્છતા એવોર્ડ સતત સુરતને મળતો રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમમાં અલગ અલગ વિસ્તારના કેમેરાના વિઝન દ્વારા જો કોઈ વ્યક્તિ કચરો નાખે છે અથવા ચાલુ ગાડીએ રસ્તા પર ફેંકે છે. તેને ઓળખ કરી તેને દંડ કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકાએ શરૂ કરી છે. આ દ્વારા કહી શકાય કે, ગુજરાતમાં પહેલી મહાનગરપાલિકાએ આ પ્રકારનું કાર્ય શરૂ કર્યું છે.

સ્માર્ટ સિટીમાં 2500 કેમેરા ગોઠવ્યાં


સ્વચ્છતા માટે દેશભરમાં જાણીતું સુરત શહેર પોતાની સ્વચ્છતાનો એવોર્ડ ટકાવી રાખવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત 2500 કેમેરા અને સુરત પોલીસના 800 કેમેરા સુરતના ખૂણે ખૂણે નજર રાખી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ કચરો નાંખે છે ત્યારે સુરત મહાનગરપાલિકાની કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ દ્વારા કેમેરાની મદદથી તેને ઓળખ કર્યા બાદ મહાનગરપાલિકાની ટીમ એ વ્યક્તિ પાસે પહોંચે છે અને તેને દંડ કરી સ્વચ્છતાનો પાઠ ભણાવે છે.

આ પણ વાંચોઃ બાપુનગરમાં ધોળા દિવસે હથિયાર બતાવી 20 લાખની લૂંટ

અત્યાર સુધીમાં 500 લોકોને દંડ ફટકાર્યો


કેમેરામાં રસ્તા પર જતા લોકો રસ્તામાં ગાડીમાંથી કચરો ફેંકતા હોય છે અથવા ચાલુ ગાડીએ છુટ્ટો કચરો ફેંકતા હોય છે. તેવા લોકોને પણ ઓળખ કરી તે દંડની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને સુરત સ્વચ્છ રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 500 જેટલા વ્યક્તિઓને દંડ કરવામાં આવ્યો છે અને એક ખાસ બિલ્ડિંગમાં આ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાં 24 કલાક કર્મચારીઓ દ્વારા સતત કેમેરાઓ ઉપર મોનિટરિંગ કરવામાં આવે છે અને સુરતના કોઈપણ વિસ્તારમાં નક્કી કરતા કોઈ વ્યક્તિ પકડાય તો આરટીઓ દ્વારા તેનો વીડિયો જે તે વિસ્તારની ઝોન ઓફિસ પર મોકલવામાં આવે છે અને તેની પાસે દંડની વસૂલ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ કાપોદ્રામાં 12 વર્ષીય કિશોરી પર પાડોશીનું દુષ્કર્મ

થોડા દિવસ પહેલાં જ એક વ્યક્તિ ઝડપાયો હતો


આ સાથે મહાનગરપાલિકામાં આવતી ફરિયાદનો ઓનલાઇન નિકાલ થાય તે પ્રકારના પ્રયાસો અને ખાસ કરીને બીઆરટીએસ રૂટ ઉપર દોડતી 200 બસ પર સતત નજર રાખવામાં આવે છે. થોડા દિવસ પહેલાં આ જ પ્રકારે કચરો નાખતા એક વ્યક્તિ કેમેરામાં આવી જ રીતે ઝડપ્યો હતો અને ત્યારબાદ 25 હજાર રૂપિયાનો દંડ ફટાકાર્યો હતો.
Published by:Vivek Chudasma
First published:

Tags: Latest gujarati news Surat, SMC, Surat Municipal corporation, Surat news