Home /News /surat /ઇલેક્ટ્રિક વાહન તરફ સુરતી લાલાઓને વાળવા મનપાની ખાસ પોલિસી, ઇ-વાહન ખરીદનારને વેરામાંથી મુક્તિ

ઇલેક્ટ્રિક વાહન તરફ સુરતી લાલાઓને વાળવા મનપાની ખાસ પોલિસી, ઇ-વાહન ખરીદનારને વેરામાંથી મુક્તિ

સુરતવાસીઓને ઇલેક્ટ્રિક વાહન તરફ વાળવાનો મનપાનો પ્રયાસ

Surat City: સુરત શહેરવાસીઓને ઇલેક્ટ્રિક વાહન (E-Vehicles) તરફ વાળવા માટે શહેરમાં 500 જેટલા ચાર્જીંગ સ્ટેશનો ઉભા કરાશે, શરૂઆતનાં તબક્કામાં મનપાનાં 20 ટકા વાહનો ઈલેકટ્રિક હશે

કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (Ministry of Housing and Urban Affairs) દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતગર્ત દેશમાં 100 જેટલા શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની યોજનામાં સુરત આ યોજનાનાં મૂળ ઉદેશોમાંનાં એક મુજબ શહેરમાં ક્લિન ઉર્જાનો (Surat Green City) વધુમાં વધુ ઉપયોગ થાય અને શહેરનાં પ્રદૂષણ સ્તરમાં ઘટાડો થાય તે છે. સુરત શહેરમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો કરવા માટે સુરત મનપા દ્વારા વિવિધ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવામાં આવે તેવો મનપાનો નિર્ણય છે.

આ માટે મનપા દ્વારા ઈલેકટ્રિક વ્હીકલ પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસી અંતગર્ત રાજ્ય ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2021માં નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વાહનોનાં લક્ષ્યાંક પૈકી 20% ઇલેક્ટ્રિક વાહનો સુરત શહેરની પરિવહન સેવામાં સામેલ થાય તે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલે કે, સુરત શહેરમાં જૂન-2025 સુધીમાં રાજ્યમાં કુલ 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીલનાં લક્ષ્યાંક સામે કુલ 40,000 ઇલેક્ટ્રિક વ્હીકલ પરિવહન સેવામાં સામેલ કરવામાં આવશે.



હાલ, ઓગસ્ટ 2021ની સ્થિતિએ શહેરમાં કુલ 33,00,575 વાહનો નોંધાયા છે. વર્ષ 2030માં આ વાહનોની સંખ્યા 58 લાખથી વધુ થશે. શહેરીજનો ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તે માટે મનપા દ્વારા પોલિસીનાં અમલવારીનાં પ્રથમ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનને 100 % વ્હીક્લ ટેક્ષમાં માફી આપવામાં આવશે.

આ પણ વાંચો-સુરત: બજારમાં દિવાળીનો માહોલ જામ્યો સુરતનાં બજારોમાં લોકોની ધૂમ ખરીદી

બીજા વર્ષે 75 %, ત્રીજા વર્ષે 50 % તેમજ ચોથા વર્ષથી પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી 25 % માફી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનોને પ્રથમ 3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્યુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. જે માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને પોલિસીના અમલવારીના પ્રથમ ત્રણ વર્ષ માટે સુરત મનપા સંચાલિત પે એન્ડ પાર્ક સ્થળો ખાતે વિના મૂલ્ય પાર્કિંગનો લાભ આપવામાં આવશે.
" isDesktop="true" id="1146215" >

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં 500 જેટલા ચાર્જીંગ સ્ટેશનો બનાવવાનું પણ આયોજન છે. જેમાં 200 સરકારની ગ્રાન્ટથી, 150 જનભાગીદારીથી અને અન્ય 150 મોલ, થીયેટર, બેંક સહિતના જાહેર સ્થળોએ જનજાગૃતિ માટે બનાવવામાં આવશે. જનભાગીદારીથી ચાર્જીંગ સ્ટેશન ઉભું કરનારને મનપા રૂ 1 પ્રતિ ચોરસ મીટરના દરે, પ્રથમ બે વર્ષ માટે જમીન આપવામાં આવશે, અને ત્રીજા વર્ષથી ચાર્જીંગ સ્ટેશન ઉભું કરનાર સાથે રેવન્યુ શેરીંગ કરાશે. ડેવલપરને સ્થળ પર જાહેરાત, ખાણીપીણીની કેન્ટીન, લોજ માટે રેવન્યુ શેરીંગ આધારિત મંજુરી આપવા પણ વિચારાશે.
Published by:Margi Pandya
First published:

Tags: E vehicle, SMC, Surat City, Surat Municipal corporation

विज्ञापन