શહેરમાં હાહાકાર મચાવી રહેલા મ્યુકોરમાઈકોસિસથી (Surat mucormycosis cases) નવી સિવિલ હોસ્પિટલમાં બે દર્દીનાં મોત થયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં એક પણ મોત ન નોંધાતાં કુલ મોતનો (Surat Deaths) આંકડો 10 થયો છે. 76 દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે બે દર્દીને રજા અપાઇ હતી. જ્યારે 2 દર્દી ડોક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયા હતા. અત્યાર સુધી મ્યુકોરમાઈકોસિસની 27 સર્જરી સિવિલમાં કરવામાં આવી છે. સુરતમાં કોરોનાનો કહેર તો છે જ જોકે, હાલત ઓ કહેર ઘટ્યો છે. પરંતુ તેની સામે હવે નવી બીમારી મ્યુકોરમાઇકોસિસનું જોખમ વધ્યું છે. જેણે લોકોમાં ચિંતા વધારી છે અને આ બીમારીના કારણે લોકો હત્યાર સુધીમાં ૭ લોકોમાં મોત થઇ ચુક્યા છે. જેને લઈને તંત્રમાં ચિંતા વધવા પામી છે.
ત્યારે શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના આજે 4 કેસ આવ્યા છે. જે મળીને હાલ હોસ્પિટલમાં કુલ 76 દર્દી સારવાર હેઠળ છે. આજે દાખલ દર્દીઓ પૈકીના મ્યુકોરમાઈકોસીસમાં 2 દર્દીઓના મોત નિપજયા છે. નવી બિમારીમાં અત્યાર સુધીમાં કુલ 7 દર્દીના મોત થયા છે.
સિવીલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 27 જેટલી સર્જરી કરાઈ છે. હોસ્પિટલમાંથી 2 દરદીઓને રજા આપવામાં આવી છે. જયારે મહાનગરપાલીકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 2 નવા કેસ આવ્યા હતા.
" isDesktop="true" id="1097992" >
જે મળીને હાલ હોસ્પિટલમાં 30 દર્દી સારવાર હેઠળ છે. મ્યુકોરમાઇકોસીસમાં અત્યાર સુધીમાં સ્મીમેરમાં 3 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં 9 જેટલી સર્જરી કરાઈ છે. જયારે આ હોસ્પિટલમાંથી 3 દરદીઓ પોતાની મરજીથી રજા લઈને અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ ગયા હતાં. અત્યાર સુધીમાં હોસ્પિટલમાં કુલ 91 દર્દીઓએ સારવાર લીધી હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર નવી સિવિલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લામાં રહેતા 38 વર્ષના ચેતન અને વેલંજામાં રહેતા 60 વર્ષીય લીલાબેનનુ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે મોત થયું હતું.