Home /News /surat /Baby Didn't Wake Up After Breastfed: સુરતની ચોંકાવનારી ઘટના: માતાએ રાત્રે બાળકીને સ્તનપાન કરાવ્યું, સવારે ઊઠી જ નહીં!
Baby Didn't Wake Up After Breastfed: સુરતની ચોંકાવનારી ઘટના: માતાએ રાત્રે બાળકીને સ્તનપાન કરાવ્યું, સવારે ઊઠી જ નહીં!
માતાએ રાત્રે દૂધ પીવડાવ્યા બાદ 5 મહિનાની બાળકી સવારે ઊઠી જ નહીં
Baby Didn't Wake Up After Breastfed: સુરતની ચોંકાવનારી ઘટના: માતાએ રાત્રે દૂધ પીવડાવ્યા બાદ 5 મહિનાની બાળકી સવારે ઊઠી જ નહીં. જાણો, સ્તનપાન કરાવતી વખતે શું ધ્યાન રાખવું?
સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માતાએ રાત્રિ દરમિયાન 5 મહિનાની બાળકીને સ્તનપાન કરાયું હતું, પંરતુ બાદમાં બાળકી ઊંઘમાંથી જાગી ન હતી (Baby Didn't Wake Up Ffter Breastfed). જે બાદ બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટર્સે બાળકીને તપાસ્યા બાદ મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, બાળકીનું મૃત્યુ કયા કારણોસર થયું છે, તે તો તપાસ બાદ જ સામે આવશે.
માતાએ રાત્રે બાળકીને સ્તનપાન કરાયું હતું
સુરતના અઠવા વિસ્તારમાં રહેતા એક પરિવારની 5 મહિનાની બાળકી આકસ્મિત રીતે મોત થયું છે. દૂધ પીવડાવ્યા બાદ 5 મહિનાની બાળકીનું મોત થયું છે. માતાએ રાત્રે બાળકીને સ્તનપાન કરાયું હતું. જે બાદ બાળકી ઊંઘમાંથી જાગી જ નહોતી. જે જોતાં પરિવાર બાળકીને લઇને હોસ્પિટલ દોડ્યો હતો. હોસ્પિટલે ફરજ પર હાજર તબીબોએ બાળકીની તપાસ કરી હતી, જે બાદ બાળકીને મૃત જાહેર કરી હતી.
જોકે, આ મામલે અઠવા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી મૃતદેહનો કબજો લઇને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ બાદ મોતનું કારણ સામે આવશે. બાળકીનું આકસ્મિક મોત થયું છે કે અન્ય કોઈ કારણોસર મોત થયું? તે તો પીએમ રિપોર્ટ બાદ જ માલૂમ પડશે.
સ્તનપાન કરાવતી વખતે શું ધ્યાન રાખવું?
મહત્વની વાત એ છે, આ મામલે સિવિલના ડોક્ટરનું કહેવું છે કે સ્તનપાન કરાવતી વખતે બાળકનું માથું ઊંચું હોવું જોઈએ. નહીંતર સ્તનપાન દરમિયાન બાળકની શ્વાસ નળીમાં દૂધ જતું રહેવાથી શ્વાસ રૂંધાઇ જાય છે. તેને કારણે આવા બનાવો બને છે. હાલ તો આ મામલે પોલીસે પણ તપાસ આદરી છે. બાળકીના મૃત્યુ પાછળનું સચોટ કારણ તો રિપોર્ટ બાદ જ માલુમ પડશે. જોકે, આ ઘટનાના પગલે પરિવાર હાલમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે.