Home /News /surat /આવો તે કેવો પ્રેમ! ફોન પર મીઠી મીઠી વાતો કરીને 3.20 લાખ રૂપિયા પડાવી લીધા
આવો તે કેવો પ્રેમ! ફોન પર મીઠી મીઠી વાતો કરીને 3.20 લાખ રૂપિયા પડાવી લીધા
શ્રમિક યુવકને મિત્રતા મોંઘી પડી
MoneyTap Surat: ફેસબુક પર યુવતી સાથેની મિત્રતા ગોડાદરાના શ્રમિક યુવકને મોંઘી પડી હતી. યુવતીનો કોઈ પત્તો ન મળતાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
સુરત: પોતાની પરિવાર સાથે ગોડાદરા વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રના એક 24 વર્ષના વ્યક્તિને ફેસબુકમાં એક યુવતી સાથે વાત કરવી ભારે પડી ગઈ છે. તે યુવતીએ ફોન પર મીઠી મીઠી વાતો કરીને મદદ કરવાના બહાને યુવક પાસેથી 3.20 લાખ પડાવી લીધા હતા. પોતાની ભૂલ જણાતા યુવકે પૈસા પાછા લેવા મેળવવા માટે અમદાવાદ પણ ગયો હતો પરંતુ તે યુવતીનો કોઈ પત્તો લાગ્યો નહોતા.
ફેબ્રુઆરીમાં એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી
મળતી વિગતો પ્રમાણે આ ઠગાઈનો બનાવ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના તામસાડી ગામના રહેવાસી વિજય મૌરે ઉર્ફે સની સાથે બની છે. છેલ્લા દોઢ વર્ષથી તેઓ ગોડાગરા વિસ્તારમાં વેલ્ડ્રીંગનું કામ કરતા સનીના ફેસબુક એકાઉન્ટમાં ફેબ્રુઆરીમાં મનીષા રાવ નામની એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેથી સનીએ તેને એક્સેપ્ટ પણ કરી લીધી હતી. તે પછી તેમના વચ્ચે મેસેજ પર વાત થવા લાગી અને તે બાદ મનિષાએ તેને પોતાનો નંબર પણ આપ્યો હતો.
તે પછી તેમની વચ્ચે વોટ્સએપ પર ઓડિયો અને વિડિયો કોલમાં વાત થવા લાગી. તે દરમિયાન મનીષાએ જણાવ્યું કે, તે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જવાહર ચોકમાં રહે છે. તેના પિતા નથી અને માતા મજૂરી કરે છે. તે ખૂબ જ મુશ્કેલી સાથે સરકારી શિષ્યવૃત્તિ પર તેનો અભ્યાસ કરી રહી છે. આ રીતે બે-ત્રણ મહિના સુધી તે તેની સાથે પ્રેમથી વાત કરતી અને વચ્ચે વચ્ચે તેની મુશ્કેલ પરિસ્થિતિ વિશે જણાવતી હતી.
ત્યાર બાદ વાત કરવામાં આવે તો એપ્રિલમાં તેણે કહ્યું કે, મારે પૈસાની જરૂર છે. શિષ્યવૃત્તિ મળ્યા પછી હું પૈસા પાછા આપી દઈશ. સનીએ તરત જ ગૂગલ પેમાંથી એક હજાર રૂપિયા તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. તે પછી, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન, તેણે સની પાસેથી ગૂગલ પે અને ફોન પે દ્વારા કુલ 3.20 લાખ રૂપિયા એકત્રિત કર્યા. દરમિયાન એક દિવસ પણ પૈસા પરત કરવાની કોઈ વાત થઈ ન હતી. જ્યારે સનીએ તેને પૈસા પરત કરવાનું કહ્યું ત્યારે તેણે તેને અમદાવાદ આવીને પૈસા લેવાનું કહ્યું હતું.
એ ઘર બીજા કોઈનું હતું
સની તેની પત્ની અને પુત્રી સાથે અમદાવાદ ગયો હતો. મણિનગર જવાહર ચોકમાં મનીષાએ જણાવેલા સરનામે પહોંચ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે, એ ઘર બીજા કોઈનું હતું અને એ ઘરમાં મનીષાને આખા વિસ્તારમાં કોઈ ઓળખતું પણ ન હતું. તેણે મનીષાના નંબર પર ફોન કર્યો પણ કોલ રિસીવ થયો ન હતો. મનીષા મણિનગરની હોઈ શકે તેવા ડરથી તે અમદાવાદમાં તેના એક સંબંધીના ઘરે ત્રણ દિવસ રોકાયો હતો.
સુરત પોલીસમાં નોંધાવી ફરિયાદ
તે બાદ તેની શોધખોળ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. જે બાદ તેઓ સુરત પરત ફર્યા હતા અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પૈસા બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બેંક ખાતાના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.