સુરતના મોઢવણિક સમાજે તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવવા પીએમ મોદીને 500 જેટલા પોસ્ટ કાર્ડ મોકલી આપ્યા. પીએમ મોદીએ ઓબીસીના હિતમાં સંસદમાં અલગથી આયોગ બનાવવા માગ કરી હતી તે નિર્ણયને ઓબીસીએ બિરદાવ્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે, અને પીએમનો તેમણે આભાર માન્યો.
વડાપ્રધાન મોદીએ ઓબીસી સમાજ માટે અલગથી આયોગ બનાવી સમાજને મોટી રાહત આપી છે. વડાપ્રધાનના આ નિર્ણયને મોઢવણિક સમાજે પણ બિરડાવ્યો છે. આગામી 17 મી તારીખના રોજ વડાપ્રધાન નરેદ્ર મોદીનો જન્મ દિવસ છે, ત્યારે તેમના જન્મ દિવસને લઈ શુભેચ્છા અને સમાજને મોટી રાહત આપવા બદલ સુરત મોઢવનિક સમાજે પાંચસો જેટલા પોસ્ટ- કાર્ડ વડાપ્રધાનને લખ્યા છે.
એસ.એસ.ટી.અને ઓબીસી ને લઈ દેશના વડાપ્રધાન નરેદ્ર મોદીએ સંસદમાં ઓબીસી સમાજ માટે અલગથી આયોગ બનાવવા પ્રસ્તાવ મુક્યો હતો. જે પ્રસ્તાવને બહાલી આપી ઓબીસી સમાજને મોટી રાહત આપવામાં આવી હતી. વડાપ્રધાનના સમાજ હિતના આ નિર્ણયને લઈ મોઢવણિક સમાજમાં ખુશી વ્યાપી ગઈ છે. જ્યાં આજ રોજ સુરત મોઢવણિક સમાજ દ્વારા વડાપ્રધાનને કુલ પાંચસો જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. સમાજની મહિલાઓ તેમજ પુરૂષોએ પોતાના હસ્તે વડાપ્રધાનને આ પોસ્ટ - કાર્ડ લખી આભાર માન્યો છે. સાથે જ આગામી 17 મી તારીખના રોજ વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે, ત્યારે સુરત મોઢવનિક સમાજ દ્વારા પોસ્ટ કાર્ડ દ્વારા તેમના જન્મ દિવસની શુભકામના પણ પાઠવવામાં આવી છે.