Home /News /surat /સુરતમાં સગીર માતાએ પોતાના બાળકને પાંચમા માળેથી ફેંકી દીધું હતું, પોલીસે કરી ધરપકડ
સુરતમાં સગીર માતાએ પોતાના બાળકને પાંચમા માળેથી ફેંકી દીધું હતું, પોલીસે કરી ધરપકડ
પોલીસે કરી ધરપકડ
Surat Crime News: સુરતના મગદલ્લા વિસ્તારમાં સગીર વયની એક માતા પ્રેમી થકી ગર્ભવતી થયા બાદ બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ તે બાળકને પાંચમાં માળેથી નીચે ફેંકી દીધું હતું. આ ઘટનામાં બાળકનું મોત થઈ ગયું હતું.
સુરત: સુરતના મગદલ્લા વિસ્તારમાં સગીર વયની એક માતા પ્રેમી થકી ગર્ભવતી થયા બાદ બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ તે બાળકને પાંચમાં માળેથી નીચે ફેંકી દીધું હતું. આ ઘટનામાં બાળકનું મોત થઈ ગયું હતું. બીજી તરફ પોલીસે સગીર વયની માતાની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા સગીર વયની માતાના પ્રેમીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે સગીરાના પ્રેમી સામે બળાત્કાર અને પોકસોનો ગુનો દાખલ કકવામાં આવ્યો છે.
નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું
ઉલ્લેખનીય છે કે, સુરતના મગદલ્લા ગામના પંચવટી વિસ્તારમાં નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નવજાત બાળક કોઈ નિષ્ઠુર માતાએ તરછોડી દીધાનું પ્રાથમિક અનુમાન હતું. બીજી તરફ ઘટના સ્થળના સીસીટીવી ચેક કરવામાં આવતા આ બાળકને બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે ફેંકી દેવાતા મોત થયાનું સામે આવ્યું હતું. ઉમરા પોલીસે તાબડતોબ આ બિલ્ડીંગ તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસના અંતે એક સગીરા મળી આવી હતી જેની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસે સગીરાને પૂછપરછ કરી તેમાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની એક બહેનપણીના પ્રેમી સાથે તેને સંબંધ બંધાયો હતો અને એના થકી તે ગર્ભવતી બની હતી. સાથે સાથે તેણે બાળકીને જન્મ આપ્યો હતો. પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેથી ઉમરા પોલીસે આ ઘટનાને લઈને IPCની કલમ 318 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ તો સગીરાની પૂછપરછ માટે અટકાયત કર્યા બાદ હવે પોલીસને સગીરાના પ્રેમીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. સગીરાના પ્રેમીનું નામ પ્રવિણ ભાભોર છે. પ્રવિણ ભભોરે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેથી પોલીસે પ્રવિણ ભાભોર વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ સગીરા અને તેનો પ્રેમી પ્રવિણ બંને પોલીસની કસ્ટડીમાં છે.