Home /News /surat /સુરતમાં ફરી એકતરફી પ્રેમમાં હિંસક બન્યો યુવાન, હુમલામાં સગીરાને ગાલ પર આવ્યાં 17 ટાંકા

સુરતમાં ફરી એકતરફી પ્રેમમાં હિંસક બન્યો યુવાન, હુમલામાં સગીરાને ગાલ પર આવ્યાં 17 ટાંકા

યુવકની ફાઇલ તસવીર અને સગીરાની ઇજાની તસવીર

Surat News: જો સગીરા ખસી ન ગઇ હોત તો તેની હાલત પણ ગ્રીષ્મા વેકરિયા જેવી જ થતી. સગીરાને ગાલ પર 17 ટાંકા આવ્યાં છે.

સુરત: ગુજરાતભરમાં ચકચાર મચાવનાર ક્રિષ્ના વેકરીયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી જવા પામી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં 14 વર્ષની કિશોરીને પ્રેમમાં પાગલ કાળુ નામનો યુવક હથિયારથી ગળું કાપવા પહોંચ્યો હતો. જોકે, યુવતી પડી જતા ગળાને બદલે તેના ગાલ ઉપર ચપ્પું વાગ્યું હતું. જેથી તેને 17 જેટલા ટાંકા આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતનો સૌથી ચકચારી એટલે કે ગ્રીસમાં વેકરીયા હત્યા કાંડ કે જેમાં, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે પહોંચી ચપ્પુ વડે જાહેરમાં ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થાય થયા બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ જ પ્રકારની વધુ એક ઘટના સુરતમાં થતા થતા રહી ગઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી 14 વર્ષની કિશોરીને તેના ઘર નજીક રહેતો કાલુ નામનો યુવક છેલ્લા લાંબા સમયથી એક તરફી પ્રેમમાં હતો.

યુવાન કિશોરીને વાત કરવા માટે અને પ્રેમ સંબંધ બાંધવા માટે સતત દબાણ કરતો હતો. જોકે, આ યુવતી યુવકના તાબે ન થતા યુવાને તેને મારવા માટે હથિયાર સાથે પહોંચ્યો હતો. યુવકે યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સગીરા ફરી જતા તેના ગળાને બદલે તેના ગાલ પર ઘા પડ્યો હતો. જેનાથી તેના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક યુવક વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : ટેન્કરે પરિવારને લીધો અડફેટે, માતા-બે દીકરીનાં મોત

ગુજરાતમાં એકતરફી પ્રેમમાં હિંસક બનેલા પ્રેમીના અન્ય કિસ્સા


સુરત ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસ


શહેરના પાસોદરા વિસ્તારમાં 12મી ફેબુ્રઆરીના દિવસે સાંજે છ વાગ્યાની આસપાસ ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી. ફેનિલ ગ્રીષ્મા વેકરિયાની સોસાયટીના ગેટ પર ચપ્પુ લઈને પહોંચી ગયો હતો અને ત્યારબાદ તેને પરિવાર સામે જ ચપ્પુના ઘા મારી પતાવી દીધી હતી. તેટલું જ નહીં, ફેનિલે પોતાના હાથની નસ કાપી ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

આ પણ વાંચો : વિધર્મી યુવાનોએ પરિણીતાને ધમકાવીને આચર્યું સામુહિક દુષ્કર્મ

ખેડામાં પણ આવી જ ઘટના બની હતી


ગુજરાતના ખેડામાં પણ આવોજ એક કિસ્સો સામે આવ્યો હતો. આધેડે ભરબજારે કિશોરીની હત્યા કરી નાખી હતી. બજાર વચ્ચે આવીને આધેડે 15 વર્ષીય કિશોરીનું ગળું કાપી નાંખ્યું હતું. મૃતક કિશોરીના પિતાના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે તેમની દીકરી મિત્રો સાથે ત્રાજ ગામની દુકાને ગઈ હતી ત્યારે આધેડ આરોપી રાજેશ અચાનક આવે છે અને કિશોરી પર હુમલો કરે છે. પોલીસે જણાવ્યા અનુસાર, આરોપીએ પહેલાં કિશોરીનું ગળું કાપ્યું હતું અને પછી છાતી પર હુમલો કર્યો હતો. ત્યારે ગંભીર હાલતમાં તેને સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ઉમરગામના દહાડમાં કિશોરીની હત્યા કરાઈ


25 ઓગસ્ટે ઉમરગામના દહાડ ગામે એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ માટે જઈ રહી હતી ત્યારે ત્રણ યુવકે તેને ઘેરી લીધી હતી. ત્યારબાદ એકાંતનો લાભ લઈ આરોપીઓએ કિશોરીના ગળે છરીના 8 ઘા મારી ક્રૂર હત્યા કરી હતી. પોલીસે આ મામલે 2 આરોપીની ધરપડક કરી છે અને 1 આરોપી ફરાર હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સગીરા, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन