Home /News /surat /સુરત: સગીરાનું રહસ્યમય સંજોગોમાં થયું મોત, હોસ્પિટલમાં કરાવી હતી ગર્ભપાતની સારવાર

સુરત: સગીરાનું રહસ્યમય સંજોગોમાં થયું મોત, હોસ્પિટલમાં કરાવી હતી ગર્ભપાતની સારવાર

પ્રતિકાત્મક ફોટો

Surat News: સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઇ પ્રવીણભાઈએ જણાવ્યું કે, તરુણીને અંદાજીત બે માસનો ગર્ભ હતો. જેથી તેના પરિવારના સભ્યો બુધવારે ઉધનાની હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ગર્ભપાત અંગે સારવાર માટે લઇ ગયા હતા.

  સુરત: શહેરનાં સચિનમાં રહેતી 16 વર્ષની તરુણીને ઉધનાની ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાતની સારવાર કરાવવા લઇ ગયા હતા. જોકે, તે ઘરે ગયા બાદ રહસ્યમય સંજોગોમાં તબિયત બગાડતા મોતને ભેટી હતી. જેના કારણે પરિવારમાં આક્રોષનો માહોલ છવાયો હતો.

  સગીરા રહસ્યમય રીતે બેભાન થઈ હતી


  આ અંગે મળતી માહિતી પ્રમાણે, સચિન જીઆઇડીસીમાં રહેતી 16 વર્ષની સગીરા બુધવારે સાંજે રહસ્યમય રીતે બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તપાસતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જે બાદ તેનું સિવિલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. જેમાં ડોક્ટરે જણાવ્યુ હતુ કે, તરૂણીની ગર્ભાશયની નળીમાં ગર્ભનો વિકાસ થઇ રહ્યો હતો. જેના કારણે તેની નળી જવાથી વધુ પડતું લોહી વહી ગયુ હતુ. તેના જરૂરી સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

  આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી પ્રચારમાં બુલુડોઝરની થઇ એન્ટ્રી

  બહેન-બનેવીના ઘરે રહેતી હતી


  પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, છોકરીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના કુશીનગરનો વતની છે. તરુણી બે માસ પહેલા સચિનમાં રહેતી બહેન બનેવીના ઘરે આવી હતી અને તે તેમના સંતાનોની દેખરેખ રાખતી હતી. તેનો એક ભાઈ એક બહેન છે. તેના માતા- પિતા અને ભાઈ વતનમાં રહે છે.

  આ પણ વાંચો: મધુ શ્રીવાસ્ત્વની મુશ્કેલીઓ વધી
  " isDesktop="true" id="1286197" >

  તરુણીને અંદાજીત બે માસનો ગર્ભ


  આ અંગે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઇ પ્રવીણભાઈએ જણાવ્યું કે, તરુણીને અંદાજીત બે માસનો ગર્ભ હતો. જેથી તેના પરિવારના સભ્યો બુધવારે ઉધનાની હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ગર્ભપાત અંગે સારવાર માટે લઇ ગયા હતા. બાદમાં બુધવારે સાંજે તરુણી ઘરે ગઈ પછી અચાનક તબિયત બગડી ગઇ હતી. જે બાદ અચાનક તેનું મોત થયુ હતુ. આ તરુણીને કોનો ગર્ભ રહ્યો તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Minor, ગુજરાત, સુરત

  विज्ञापन
  विज्ञापन