Home /News /surat /સુરત: શેર માર્કેટમાં ત્રણ ગણો નફો કમાવી આપવાની લાલચે લાખોની ઠગાઇ!

સુરત: શેર માર્કેટમાં ત્રણ ગણો નફો કમાવી આપવાની લાલચે લાખોની ઠગાઇ!

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ચાર લોકોની ધરપકડ

Surat News: શેર માર્કેટમાં ફ્યુચર ઓપરેશનમાં રોકાણ કરવાનું જણાવી ત્રણ ગણો નફો કરી આપવાની સો ટકા ગેરન્ટી આપી છેતરપિંડી

સુરત: શેર માર્કેટમાં ફ્યુચર ઓપરેશનમાં રોકાણ કરવાનું જણાવી ત્રણ ગણો નફો કરી આપવાની સો ટકા ગેરન્ટી આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સુરતના એક વ્યક્તિને વોલ્યુમમાં વધારો કરવાનો જણાવી અઢી લાખ રૂપિયા વધુ પડાવી દીધા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે આ મામલે ફરિયાદ કરાતાં સુરત પોલીસ દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોભામણી લાલચો આપી છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આવી વધુ એક ફરિયાદ સામે આવતાં પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે. સુરતમાં રહેતા એક વ્યક્તિને ફોન પર મેસેજ કરી શેર માર્કેટ અંગે લાલચ આપવામાં આવી હતી. તેને મેસેજ કરવામાં આવ્યો હતો કે, માર્કેટમાં ફીચર ઓપરેશનમાં રોકાણ કરી ત્રણ ગણો નફો કરાવી આપવાની વાત જણાવવામાં આવી હતી. સાથે જ આ મામલે સૌ ટકા ગેરન્ટી પણ આપવામાં આવી હતી. જે બાદ સુરતના વ્યક્તિએ 13 લાખનું નુકસાન કરાવી તથા વોલ્યુમમાં વધારો કરવાનું જણાવી અઢી લાખ મેળવી છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનથી આવેલા ફોને આખા ગામને હિબકે ચડાવ્યા

આ સમગ્રે મામલે ભોગ બનનાર વ્યક્તિએ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઇલ નંબરના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ચેતન ધોળકિયા, હિરેન ધોળકિયા, અનિતા ચોવટીયા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ કરતાં સમગ્ર કૌભાંડ અંગે પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી અનુસાર, આરોપીઓ એક કોલ સેન્ટર ચલાવતા હતા. તેઓ સુરતમાં રહેતા લોકોને આ પ્રકારના મેસેજ મોકલતા હતા. તેમની લોભામણી લાલચમાં આવી જતાં લોકો સાથે તેઓ આવી રીતે જ છેતરપિંડી આચરતાં હતાં. હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. આ પકડાયેલા આરોપીઓએ ભૂતકાળમાં કોઇ ગુના આચર્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: CYBER CRIME, Gujarat News, Surat news

विज्ञापन
विज्ञापन