Home /News /surat /સુરત : 1.60 કરોડના MD ડ્રગ્સનું મુંબઇ કનેક્શન સામે આવ્યું, માફિયા માતા-પુત્રની પોલીસે કરી ધરપકડ

સુરત : 1.60 કરોડના MD ડ્રગ્સનું મુંબઇ કનેક્શન સામે આવ્યું, માફિયા માતા-પુત્રની પોલીસે કરી ધરપકડ

ડ્રગ્સ માફિયા માતા-પુત્રની ધરપકડ

Surat : સુરતમાં રાજસ્થાની અફઝલ ગુરુને ડ્રગ્સ સાથે પકડ્યા બાદ તપાસ દરમિયાન મુંબઈના બલ્લુની માતા કૌશલ અને સાવકા પિતા બંને ડ્રગ્સ વેપાર કરવામાં પાવરધા હોવાની વિગતો સામે આવી.

સુરત : શહેર જાણે કે ડ્રગ માફિયાઓનું શહેર બની ગયું છે. મુંબઇના નાલાસોપારાથી રૂપિયા 1.60 કરોડની કિંમતનું ડ્રગ્સ લઇને આવેલા રાજસ્થાનના અફઝલ ઉર્ફે ગુરુને સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ ઉપરથી ઝડપી લીધો હતો.

ડ્રગ્સ ડીલર અફઝલ ઉર્ફે ગુરુની પૂછપરછમાં મુંબઇ કનેક્શન સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ મુંબઇ સુધી ચલાવ્યો છે. જેમાં કૌશલ ખાન અને તેના પુત્ર શરાબ બલ્લુની પણ સુરત પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે 1.60 કરોડનું જંગી ડ્રગ્સ પકડાતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી.

આ પણ વાંચો : સુરત: અજિત પટેલનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ થતાં ભાજપ ધુંઆપૂંઆ, કરાઇ હકાલપટ્ટી

મુંબઇથી લાવ્યો હતો ડ્રગ્સ


ગુજરાતમાં જે રીતે નશાનો કારોબાર દિવસેને દિવસે ફૂલીફાલી રહ્યો છે તેને તોડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સનો કારોબાર કરતા લોકો પર તવાઇ બોલાવી છે. ત્યારે તાજેતરમાં જ નિયોલ ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહેલા એક રાજસ્થાની યુવકની પોલીસે અટકાયત કરતા તેની પાસેથી 1.60 કરોડની કિંમતનું જંગી ડ્રગ્સ પકડાયું હતુ. અફઝલ ઉર્ફે ગુરુની પૂછપરછ કરવામાં આવતા મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહેતા સફરખાન ઉર્ફે બલ્લુ નામના વ્યક્તિ પાસેથી તે આ ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

જે બાદ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ મુંબઇ સુધી લંબાવ્યો હતો. પોલીસે મુંબઇ ખાતે દરોડા પાડીને અપાર ખાનની પણ ધરપકડ કરી હતી. પૂછપરછમાં અપાર ખાને આ જથ્થો તેની માતા કૌશલ ઇમરાન શેખે લાવીને આપ્યો હોવાનું જણાવતા તેની માતાની પણ સુરત પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરતા કૌશલ શેખને લઇને મોટો ઘટસ્ફોટ થયો હતો. 2007માં મુંબઇ એનસીબીએ કૌશલને 45 કિલો ચરસ સાથે ઝડપી પાડી હતી. આ પ્રકરણમાં તે વર્ષ 2011 સુધી જેલના સળિયા પાછળ રહી ચુકી છે. આ ઉપરાંત ઇમરાન અજમેરી પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો અને હાલ તે મુંબઇની જેલમાં કેદ છે.

આ પણ વાંચો : સુરતના માંડવી તાલુકાનું ‘ચૂડેલ’ બન્યું ચંદનપુર! જાણો ગતિશીલ ગુજરાતના ગમાડાઓના અવનવા નામ વિશે!

ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ અફઝલને પોલીસે દબોચી લીધો


જ્યારે કૌશલ શેખ નાલા સોપારાના ડ્રગ્સ ડીલર પાસેથી કમિશન ઉપર ડ્રગ્સ લાવીને ડીલીવરી કરવા માટે અફઝલને સુરત મોકલ્યો હતો. પોલીસની પકડથી બચવા સુરત અને મુંબઇના ડ્રગ ડીલર્સે ઘણી તકેદારી રાખી હતી. મુંબઇથી વાહનમાં આવી ગયેલા અફઝલને નિયોલ ચેકપોસ્ટ પહેલાં નિયોલ ગામના ચાર રસ્તા પાસે જ ઊતરીને પગપાળા જવાનો આદેશ હતો. એટલું જ નહિ સુરતમાં કોને માલની ડિલિવરી કરવાની હતી તેની જાણ પણ અફઝલને ન હતી. તે સુરત આવે ત્યારબાદ બલ્લુ ફોન કરી ડિલિવરી લેવા આવનાર શખ્સનો નંબર આપવાનો હતો.પરંતુ સુરત પહોંચ્યા બાદ ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ અફઝલને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને હાલ મુંબઇના બલ્લુ અને તેની માતા કૌશલની ધરપકડ કરી છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Crime in surat, Drugs racket, Latest crime news in surat, Surat Crime Latest News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन