Home /News /surat /સુરત: 27 દિવસ પહેલા જ લગ્ન કરનારી ફિઝિયોથેરાપિસ્ટે કર્યો આપઘાત, છેલ્લે કરી હતી પતિ સાથે વાત

સુરત: 27 દિવસ પહેલા જ લગ્ન કરનારી ફિઝિયોથેરાપિસ્ટે કર્યો આપઘાત, છેલ્લે કરી હતી પતિ સાથે વાત

મૃતક યુવતીની ફાઇલ તસવીર

Surat news: પાલનપુર પાટિયામાં આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષની હેમાંગીબેન ડેરીકભાઈ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ હતા.

    સુરત: શહેરમાં ફિઝિયોથેરાપિસ્ટ નવપરિણીતાએ આપઘાત કરી લીધો છે. આ યુવતીનાં 27 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. મૃતક હેમાંગી પટેલ મંગળવારે બપોરે નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જે બાદ બીજા દિવસે બુધવારે પાલનપુર પાટિયાની ફિઝોયોથેરાપિસ્ટની હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. આ અંગે પરિવારે રાંદેર પોલીસમાં યુવતી ગુમ થયાની ફરિયાદ આપી હતી. જે બાદ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

    નદીમાંથી મળી લાશ


    પોલીસનાં જણાવ્યા પ્રમાણે, 27 દિવસ પહેલા જ પરણેલી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની તાપીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. પાલનપુર પાટિયામાં આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષની હેમાંગીબેન ડેરીકભાઈ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ હતા. આ યુવતીનાં 27 દિવસ પહેલાં જ ઓનલાઈનના વ્યવસાય કરતા ડેરીકભાઈ સાથે લગ્ન થયા હતા. આ બધાની વચ્ચે બુધવારે સવારે હેમાંગીબેનની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી આવી હતી.

    આ પણ વાંચો: સુરતમાં લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો

    આપઘાત પાછળનું કારણ અકબંધ


    બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અંગેની જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેરમાં ખસેડયો હતો. યુવતીનાં આપઘાત પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. યુવતીનાં પિયર તરફથી પણ આ અંગે કોઇ ફરિયાદ કરવામાં આવી નથી.

    છેલ્લે પતિ સાથે થઇ હતી વાત


    ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતી હેમાંગીબેન મંગળવારે બપોરે નોકરી પરથી ઘરે આવી હતી. યુવતી પતિ સાથે વાત કરીને ટુવ્હીલર લઈ ફરી નોકરીએ નીકળી ગઈ હતી. જોકે, બપોર બાદ ક્લિનિકના ડોક્ટરે ડેરીકભાઈને ફોન કરીને જણાવ્યું કે, હેમાંગી ક્લિનિક આવી નથી. ત્યારબાદ પતિએ ભરીમાતા રોડ સ્થિત યુવતીનાં પિયરમાં ફોન કર્યો હતો.



    પરંતુ હેમાંગી ત્યાં પણ ન હતી. જે બાદ પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આખરે રાત્રે દસેક વાગે રાંદેર પોલીસમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Married woman, ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन