Home /News /surat /સુરત: પૂર્વ MLA રમણ ચૌધરી હાર્ટ એટેક આવતા નિધન

સુરત: પૂર્વ MLA રમણ ચૌધરી હાર્ટ એટેક આવતા નિધન

રમણ ચૌધરીની ફાઇલ તસવીર

  સુરત: શહેરનાં માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરીનું આજે સવારે દુખદ નિધન થયું છે. આજે રમણભાઈ ચૌધરીનું વહેલી સવારે હાર્ટએટેક આવતા નિધન થયું છે. નોંધનીય છે કે, રમણભાઈ ચૌધરી કોંગ્રેસના સક્રિય નેતા હતા. તેમના નિધન બાદ આજે એટલે સોમવારે માંગરોળનાં ઇસનપુર ગામમાં 1 વાગે અંતિમ યાત્રા નીકળશે.

  માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરીનું હાલમાં જ સુરત ખાતે પથરીનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જે બાદમાં તેઓ કીમની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. જોકે, આજે વહેલી સવારે તેમને હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું છે. માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરીના નિધન બાદ તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ શકે છે.

  ગુજરાતનાં અન્ય સમાચાર


  ઉત્તરાયણમાં 11 લોકોનાં મોત


  રાજ્યમાં બે દિવસ દરમિયાન 1281 માર્ગ અકસ્માતના કેસ સામે આવ્યા હતા. ઉત્તરાયણની વાત કરીએ તો, 108ને પતંગની દોરથી ઇજાના 92, પતંગ ચગાવતા પટકાવાના 34, માર્ગ અકસ્માતના 820, પડી જવાના 368, મારામારીના 343 કેસ મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે કુલ 1657 ઘટના બની હતી. વાસી ઉત્તરાયણના દિવસે સાંજ સુધી 817 ઇમરજન્સી કેસ સામે આવ્યા હતા. ખાસ કરીને સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ ઇમરજન્સી ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ મારમારીના સામે આવ્યા હતા.

  અમદાવાદ સિવિલમાં કેટલા કેસ?

  અમદાવાદની વાત કરીએ તો, આ બે દિવસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 40થી વધુ કેસ દાખલ છે. સોલા સિવિલમાં 31 અને અસારવા સિવિલમાં 11 કેસનો સમાવેશ થાય છે. અસારવા સિવિલમાં પડી જવાના 8 કેસ, પતંગ ચગાવતા ઇજાના 6 કેસ નોંધાયા હતા. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે 4 કેસ પડી જવાના, 20ને પતંગ ચગાવતા ઇજાના કેસ નોંધાયા હતા. આમ બે દિવસ દરમિયાન કુલ 59 કેસ નોંધાયા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ગુજરાત, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन