સુરત : શહેરમાં (Surat) 15 ડિસેમ્બર 2019ના રોજ સચીન જી.આઇ.ડી.સી ખાતે ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ (rape on minor) અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જે મામલે કોર્ટે દોષિત સિતમ્બર વિશ્વનાથ નિશાદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, સચિન જી.આઇ.ડી.સી પોલીસે આરોપીની ધરપકડ કરીને આજરોજ સુરતના નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવાઓ, સાક્ષી દસ્તાવેજો અને મેડિકલ પુરાવાઓ રજૂ કર્યા બાદ સજા સાથે દંડ ફટકારવામાં આવ્યો છે.
સુરતમાં 15 ડિસેમ્બર 2019ના રોજ સચીન જી.આઇ.ડી.સી ખાતે ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ મામલે ભોગ બનનારના બાળકીના પિતાએ સચિન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે આધારે સચીન જી.આઇ.ડી.સી પોલીસ મામલાને ગંભીરતાથી તપાસ કરી હતી.
પોલીસે આ મામલે પરિવાર, પિતા અને બાળકીનું નિવેદન લઇ આરોપી સિતમ્બર વિશ્વનાથ નિશાદની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે, આરોપીએ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. જેથી પોલીસે આ કેસમાં 36 જેટલા પુરાવો અને 107 પાનાની દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ કેસમાં સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં 9 જાન્યુઆરી 2020 ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસમાં પોલીસે 36 જેટલા પુરાવો અને 107 પાનાની દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત મેડિકલ એવિડન્સ, સીસીટીવી ફૂટેજ, ડોક્ટરની જુબાની પરિવારની જુબાની તથા પોલીસની જુબાની આ તમામ પ્રકારના પુરાવાઓ આરોપીને દોષી ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજ રોજ આરોપી સિતમ્બર વિશ્વનાથ નિશાદને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી છે તથા પરિવારને 9 લાખ રૂપિયા આપવામાં આવશે.
કોર્ટે આરોપીને નવ લાખ રૂપિયા પરિવારને આપવાનો હુકમ કર્યો છે. આ બાબતે સરકારી વકીલ નયન સુખડવાલા જણાવ્યું હતું કે, સચીન જી.આઇ.ડી.સી ચાર વર્ષની બાળકી ઉપર બળાત્કારના મામલે આરોપીને અંજાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી છે. 376-એબી અંતિમ શ્વાસ સુધીની સજા, 363માં સાત વર્ષ, 366માં દસ વર્ષ, 335માં 6 મહિના તે ઉપરાંત નવ લાખ રૂપિયા પરિવારને આપવાનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
જાણો આખી ઘટના
સુરતમાં 15 ડિસેમ્બર 2019ના રોજ સચીન જી.આઇ.ડી.સી ખાતે આવેલા ઈશ્વર નગરમાં રામલીલા કાર્યક્રમ જોવા ગયા હતા તે દરમિયાન ભોગ બનનાર બાળકી અને તેમના પિતા સાથે ગયા હતા. તે વખત દરમિયાન પિતા આરતીમાં ભાગ લેવા ગયા ત્યારે બીજી બાજુ બાળકી ત્યાંથી જતી રહી હતી. ત્યારે આ કામના આરોપીએ બાળકીને પોતાની સાથે લઇ જઇ નજીકના ઝાડી-ઝાંખરાવાળી જગ્યા ઉપર બાળકીને નિ: વસ્ત્ર કરી તેના યોની તથા ગુદાના ભાગે દુષ્કર્મ આચરી થપ્પડ મારી તેને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકના રોડ ઉપર છોડી આરોપી ભાગી ગયો હતો.
" isDesktop="true" id="1198973" >
આ બાબતે સમગ્ર ઘટના બાળકી રડતાં રડતાં પિતાને કહ્યું હતું. જેને લઇ ભોગ બનનાર બાળકીના પિતાએ સચિન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સઘન તપાસ બાદ સચીન જી.આઇ.ડી.સી પોલીસે આરોપી સિતમ્બર વિશ્વનાથ નિશાદની ધરપકડ કરી લીધી હતી.