સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રહેતી બે સંતાનોની વિધવા મહિલાને યુવકે પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. તેની સાથે અનેક વખત શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. જે બાદ મૈત્રી કરાર પણ કર્યો હતો. જોકે, અચાનક તરછોડી દઇ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. લગ્નની લાલચ આપી યુવકે અનેક વખત શરીરસંબંધ બાંધતા કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી મહિલાને પ્રેમ જાળમાં ફસાવી મૈત્રી કરાર કરી જોડે રાખ્યા બાદ તેનું શારીરિક શોષણ કરી આ મહિલાને લગ્નની લાલચ તેનું શોષણ કરી તરછોડી દેવાનો મામલો પોલીસ મથકે પોંહચ્યો છે. મૂળ ગીરસોમનાથ જિલ્લાની 33 વર્ષની વિધવા મહિલા વરાછા હિરાબાગ વિસ્તારમાં પુત્ર અને પુત્રી સાથે રહે છે. પતિ દારૂડિયો અને રોજબરોજ શારિરીક-માનસિક ત્રાસ આપતો ગુજારતો હોવાથી કંટાળેલી યુવતીનો પરિચય પડોશીમાં રહેતા વલ્લભ સુધાભાઇ સાંખટ સાથે થયો હતો.
યુવાનની ફાઇલ તસવીર
જોતજોતામાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ તેઓએ એકબીજાને મળવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2022 માં કોરોના કાળમાં આ મહિલાના પતિનું વતનમાં ગયા બાદ મોત થયું હતું. પતિના મૃત્યું બાદ સુરત આવેલી આ વિધવા મહિલાને તેના પ્રેમી વલ્લભ મળ્યા બાદ તેની તમામ જવાબદારી ઉપાડી હતી અને પોતાની પત્નીથી કંટાળી ગયેલો હોવાનું કહી આ મહિલા સાથે મૈત્રી કરાર કરી તેની સાથે રહેવાનું શરૂઆત કરી હતી.
હિરાબાગ વિસ્તારમાં મહિલા અને વલ્લભે સંયુક્ત રીતે ફ્લેટ ખરીદ્યો હતો. પરંતુ તેનો દસ્તાવેજ વલ્લભે પોતાના નામે કરાવી લીધો હતો. પતિ-પત્નીની જેમ રહેતા વલ્લભ અને કલાને તેના વતન પણ લઇ ગયો હતો અને તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. પરંતુ મહિલાએ લગ્ન કરવાનું કહેતા વલ્લભે તેની સાથે ઝઘડો કરી તારે જ્યાં જવું હોય ત્યાં જા, મારે તારી સાથે લગ્ન કરવા નથી, હું મારી પત્ની સાથે રહેવા માંગું છું એમ કહ્યું હતુ. જોકે મહિલાએ વિરોધ કરતા પ્રેમી વલ્લભે ખોટા કેસમાં ફસાઈ દેવાનું કહીને વિધવા મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેને તરછોડી દીધી હતી પોતાનું શોષણ થયું હોવાને લઈને આ મહિલાએ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં પ્રેમી વલ્લભવિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસી આ મામલે દાખલ કરી તપાસ શરૂ કરી છે.