Home /News /surat /સુરતનો ચોંકાવનારો કિસ્સોઃ પત્નીને છેતરીને છૂટાછેડા લીધા બાદ પતિ મકાન માલિકની દીકરી સાથે ભાગી ગયો

સુરતનો ચોંકાવનારો કિસ્સોઃ પત્નીને છેતરીને છૂટાછેડા લીધા બાદ પતિ મકાન માલિકની દીકરી સાથે ભાગી ગયો

સુરતમાં પતિ પત્નીને છૂટાછેડા આપીને મકાન માલિકની પુત્રી સાથે ભાગી ગયો છે.

Surat Husband Cheat Wife: સુરતમાં ગેરકાયદે અમેરિકા કામ કરવા જવું હોવાનું બહાનું કાઢીને પત્નીને છૂટાછેડા માટે મનાવી લીધી અને પછી પતિ સુરેશ મકાન માલિકની દીકરી સાથે ભાગી ગયો હતો. પૂર્વ પત્નીએ મહિલા સાથે છેતરપિંડી આચર્યા બાદ દુષ્કર્મ પણ આચર્યું હતું.

વધુ જુઓ ...
    સુરતઃ સુરતના પુણા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. જેમાં એક યુવક તેની પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ જે મકાનમાં ભાડે રહેતો હતો તેના મકાન માલિકની પુત્રીને જ ભગાડી ગયો છે. ભાવનગરના સુરેશ મેરાભાઈ ગોહિલે તેની પત્નીને છૂટાછેડા આપ્યા પછી પણ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાથી પૂર્વ પત્નીએ તેની સામે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આ કેસની તપાસ શરુ કરી દીધી છે.

    મળતી વિગતો પ્રમાણે ભાવનગરના સુરેશ ગોહિલે હાલ તાપીના સોનગઢમાં માતા-પિતા સાથે રહેતી 23 વર્ષની મહિલા સાથે 5 વર્ષ પહેલા 2018માં લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે, લગ્ન જીવનમાં સતત કંકાસ રહેતો હતો અને તેની વચ્ચે પતિએ તેની સાથે છેતરપિંડીથી છૂટાછેડા લઈ લીધા છે.

    આ પણ વાંચોઃ અમદાવાદના વિધર્મીએ રાજકોટની યુવતીને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું, ફોટો અને વિડીયો પણ ઉતાર્યા

    10 મહિના અગાઉ પૂર્વ પતિ સુરેશ ગોહિલે પીડિત મહિલાને કહ્યું હતું કે ગેરકાયદે અમેરિકા કામ કરવા માટે જવું છે, અને વિઝા મેળવવા માટે આપણે છૂટાછેડા લેવા પડશે. પોતાના પૂર્વ પતિની વાતમાં આવીને મહિલાએ છૂટાછેડા માટે હા પાડી દીધી હતી. આ પછી બન્ને 23 જુલાઈ 2022માં છૂટાછેડા લઈ લીધા હતા. પોતાની પત્નીને સુરેશે એમ પણ કહી દીધું હતું કે આપણે મહિનો સાથે રહીશું એટલે છૂટાછેડા રદ્દ થઈ જશે.

    પોતાનો પ્લાન ઉઘાડો ના પડી જાય એ માટે સુરેશે પત્નીને કહ્યું હતું કે આ વાત આપણા બે સિવાય કોઈને ઘરે ખબર પડવી જોઈએ નહીં. બીજી તરફ મહિલાએ પૂર્વ પતિની વાતોમાં આવીને તેના દોરેલા માર્ગે દોરાતી રહેતી હતી. છૂટાછેડા પછી પણ બન્ને વચ્ચે શારીરિક સંબંધ હતા.

    તારીખ 12 નવેમ્બર 2022એ તેની પત્નીને પિયરમાં મૂકવા ગયો અને પોતાને વેપારીનો ફોન આવ્યો હોવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો. આ પછી જ્યારે મહિલાને બીજા દિવસે મકાન માલિકનો ફોન આવ્યો હતો અને સુરેશ વિશે પૂછ્યું હતું, પરંતુ મહિલાએ સુરેશનો સંપર્ક કરવાની કોશિશ કરી તો માલુમ પડ્યું કે તેનો ફોન બંધ છે. મહિલાએ સુરત આવીને પોતાની પતિની શોધખોળ શરુ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.



    આ પછી તેને મોટો ઝાટકો ત્યારે લાગ્યા જ્યારે તેને માલુમ પડ્યું કે સુરેશે તેને એટલા માટે અમેરિકા કામ કરવા જવાનું બહાનું કાઢીને છૂટાછેડા લઈ લીધા હતા કે જેથી તે બીજા લગ્ન કરી શકે. સુરેશે બીજા કોઈની સાથે નહીં પરંતુ તેના જ મકાન માલિકની દીકરી સાથે જ લગ્ન કરી લીધા હતા. મકાન માલિકે આ વિશે જણાવ્યું કે સુરેશે તેની દીકરીને ભગાડીને 16 સપ્ટેમ્બર 2022ના રોજ લગ્ન કરી લીધા હતા.

    ભોગ બનેલી મહિલા અને એક બાળકની માતાએ તેના પૂર્વ પતિ સામે છેતરીને છૂટાછેડા આપ્યા બદલ અને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પુણા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરુ કરી છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Surat City, Surat police, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन