Home /News /surat /સુરતમાં મામાના દીકરાનું બે સગી પિતરાઈ બહેનો પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ માંગ્યા

સુરતમાં મામાના દીકરાનું બે સગી પિતરાઈ બહેનો પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ માંગ્યા

આરોપીની તસવીર

સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં નરાધમે બે પિતરાઈ બહેનો સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારે યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સુરતઃ શહેરના સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. નરાધમે તેની બે પિતરાઈ બહેનો સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી મામાના દીકરાએ 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવા મામલે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે બંને બહેનો સાથે દુષ્કર્મ આચારનારા નરાધમ મામાના દીકરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી


સુરતના સિંગણપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી કોલેજિયન યુવતીને કતારગામ વિસ્તારમાં રહેતા તેના મામાના દીકરાએ બ્લેકમેલ કરી કોસાડ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આ કોલેજિયન યુવતીના બીભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરીને 10 લાખ રૂપિયાની ખંડણી મામાના દીકરાએ માંગી હોવાના કારણે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મહત્વની વાત છે કે, આરોપી કોલેજિયન યુવતીની સાથે તેની મોટી બહેનને પણ બ્લેકમેલ કરતો હતો.

આ પણ વાંચોઃ રખિયાલમાં પૂરપાટ જતા ટ્રકની અડફેટે આવતા યુવકનું મોત, સીસીટીવીને આધારે તપાસ શરૂ

યુવતીને બહેનને પણ બ્લેકમેઇલ કરતો હોવાનો ખુલાસો


કોલેજિયન યુવતીની મોટી બહેનના લગ્ન થઈ ગયા હોવાના કારણે આરોપીએ આ યુવતીને પોતાના મિત્રના ઘરે બોલાવી હતી. ત્યારબાદ ફૂલહાર પહેરાવીને કેટલાક ફોટા પાડી દીધા હતા. આરોપીનું ષડયંત્ર એવું હતું કે, તે આ ફોટા યુવતીના પિતાને મોકલીને પૈસા પડાવી લે પરંતુ કોલેજિયન યુવતી આ સમગ્ર મામલે આરોપી એટલે કે મામાના દીકરાનો ભાંડો ફોડતા જ મામલો પોલીસ સ્ટેશનને પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ ‘બૈરાઓને રસ્તે લાવવાનો એક જ ઇલાજ છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર’ અને પતિએ...

આરોપી પરિણીત અને એક સંતાનનો પિતા


આ મામલે પોલીસે 23 વર્ષની કોલેજિયન યુવતીની ફરિયાદ લીધી હતી અને નરાધમ ઈસમની સામે બળાત્કાર ખંડણી અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ અમરનાથ હોવાનું સામે આવ્યું છે અને તે પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. આ ઉપરાંત રત્નકલાકાર તરીકે કામ કરી રહ્યો છે. એવી પણ હકીકત સામે આવી છે કે, 2012માં અમરનાથ યુવતીના ઘરે રહેવા ગયો હતો અને જે તે સમયે પણ તેને કોલેજિયન યુવતી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ યુવતીએ પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને ત્યારબાદ અમરનાથ અવારનવાર આ યુવતીને પરેશાન કરતો હતો.


અગાઉ પણ દુષ્કર્મ આચર્યુ હતું


વર્ષ 2017-18માં કોલેજિયન યુવતી તેના ઘરમાં આરામ કરતી હતી ત્યારે એકલતાનો લાભ લઈને અમરનાથને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો અમરનાથના ત્રાસના કારણે યુવતી પોતાના નંબર બદલી નાંખતી હતી છતાં પણ ગમે તે પ્રકારે અમરનાથ યુવતીનો મોબાઇલ નંબર મેળવી તેને બ્લેકમેઇલ કરતો હતો અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો પરંતુ હાલ આ સમગ્ર મામલે પોલીસે અમરનાથની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police