સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો માટે મતગણતરી ચાલી રહી છે. હાલ લાગી રહ્યું છે કે, ભાજપનાં ઉમેદવારો ભવ્ય જીત મેળવી રહ્યા છે. ભાજપ ઐતિહાસિક આંકડાથી જીતવાનું ચિત્ર હાલ ઉભુ થઇ રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત ત્રીજીવાર મજુરા બેઠક પરથી જીતી રહ્યા છે.
આ હોય શકે છે કારણ
રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના મિત્ર વર્તુળની મદદથી કોરોના દર્દીઓ માટે એક હોસ્પિટલ શરૂ કરી હતી. જ્યાં 182 જેટલા દર્દીઓને સારવાર મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ બનાવવાનો ખર્ચ ધારાસભ્ય અને તેમના મિત્રોએ ઉઠાવ્યો હતો. હર્ષ સંઘવી રાજ્યના સૌથી યુવાન ધારાસભ્ય તરીકે એક અનોખી ઓળખ ધરાવે છે.
સંઘવીએ ઘણી અલગ રીતે પ્રચાર કર્યો હતો. તેણે પોતાના પ્રચારમાં વાતાવરણની વાત કરી તેમજ તે સાયકલ પર કે ચાલતા પણ મતદારોને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે વિસ્તારમાં હવા પ્રદૂષણ અટકાવવા માટે નક્કર પગલા લેવાની પણ બાંહેધરી આપી હતી.
હર્ષ સંઘવીની જીત
જ્યારે બીજી તરફ કોઠારીએ ડોર-ટુ-ડોર કેમ્પેઈનિંગ પર ભાર આપ્યો હતો. તેઓ ટેક્ષટાઈલ ટ્રેડર્સ અને રિંગ રોડ પર આવેલા માર્કેટ્સમાં ફરી ફરીને લોકોને મળ્યા હતો. ટેક્ષટાઈલ ટ્રેડર્સ પર પડેલી GSTની અસર વિશે તેમણે મતદારો સાથે વાત કરી હતી. તેમણે વિસ્તારમાં પાટીદારોના ઘરે જઈને પણ પ્રચાર કર્યો હતો.
મજુરા બેઠક પર વિવાદો
- આમ આદમી પાર્ટીનાં ત્રણ મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા, જ્યોતિકા લાઠિયા અને ભાવના સોલંકી ભાજપમાં જોડાવાના હોવાની જોરદાર અટકળો ચાલી છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, AAPના ત્રણેય મહિલા કોર્પોરેટર ગમે ત્યારે રાજીનામું આપી ભગવો ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
-વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ફરજ બજાવી રહેલા પોલીસ જવાનનું મોત નીપજતા અહીં ભારે અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું.
" isDesktop="true" id="1296983" >
સતત ત્રીજી ટર્મથી હર્ષ સંઘવી એ મારી બાજી
મજુરા બેઠક પરથી હર્ષ સંઘવીએ 2012માં ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. અહીંથી જ તેઓ પહેલી વખત ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. તેઓ આ સમયે માત્ર 27 વર્ષના યુવાન હતા. તેઓ એબીવીપી નેતા હતા. 2012 થી 2015 રાષ્ટ્રીય મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચો, ઉપપ્રમખુ ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ તરીકે સેવા આપી હતી. જોકે, ભાજપની પરીવર્તનની લહેરમાં તેઓ હાલ ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી રહ્યા છે