Home /News /surat /

સુરત: લગ્નના થોડા દિવસોમાં જ 'લૂંટેરી દુલ્હન' યુવકના અરમાન પર પાણી ફેરવી ફરાર

સુરત: લગ્નના થોડા દિવસોમાં જ 'લૂંટેરી દુલ્હન' યુવકના અરમાન પર પાણી ફેરવી ફરાર

પોલીસે દલાલી કરાવનાર બે આરોપીઓને ઝડપી લઈને લૂંટેરી દુલ્હનને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા

યુવકે પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે દલાલી કરાવનાર બે આરોપીઓને ઝડપી લઈને લૂંટેરી દુલ્હનને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં દલાલોએ એક યુવકને ફસાવી વલસાડમાં યુવતી સાથે લગ્ન કરાવી લીધા હતા. જે બાદ લગ્નના થોડા દિવસોમાં મહિલા ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે દલાલી કરાવનાર બે આરોપીઓને ઝડપી લઈને લૂંટેરી દુલ્હનને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

દલાલે યુવકને ફસાવી દીધો

સુરતના લાભેશ્વર વિસ્તાર ફરસાણની દુકાન ચલાવતા ગૌતમભાઈ ધનેશા લગ્ન માટે એક પાત્ર શોધી રહ્યા હતા. તે દરમિયાન ગૌતમભાઇને ત્યાં આવતાં દલાલે તેમના પિતાને એક સુશીલ યુવતી ધ્યાનમાં હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આ દલાલ દ્વારા વધુ એક દલાલનો સંપર્ક કરી વલસાડ લગ્નનું નક્કી કર્યું હતું.

.... યુવતીના ઘરે જતાં થયો ઘટસ્ફોટ

આ લગ્ન વખતે અઢી લાખ રૂપિયા રોકડા આપ્યા હતા તથા 40 જોડી કપડા અને દાગીના આપ્યા હતા. લગ્ન બાદ આ યુવતી થોડા દિવસ સુધી ગૌતમના ઘરે રોકાઇ હતી. જે બાદમાં યુવતીની માતા તેને થોડા દિવસ માટે પીયર લઈ ગયા હતા. જોકે, થોડા દિવસે પરત ન આવતા ગૌતમભાઈ અને તેનો પરિવાર વલસાડ ગયા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ લોકોએ ઘણા લોકોને ફસાવ્યા છે. જેથી તેમને છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું. આ મામલે પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ખેડા: કિશોરીની હત્યામાં પોલીસે કર્યા અનેક ખુલાસા, મૃતકની આરોપીના ઘરે હતી અવરજવર

'લૂંટેરી દુલ્હન'ને પકડવા ચક્રગતિમાન

પોલીસે બાતમીના આધારે, હિતેશ ઉર્ફે રસિકભાઈ કાપડિયા અને ઘુઘાભાઇ ઉર્ફે દિનેશભાઈ કથડભાઈ કાછડને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને આરોપીઓએ સપના નામની મહિલા સાથે ગૌતમના લગ્ન કરાવ્યા હતા. પૂછપરછ માં માલુમ પડ્યું કે, સપના ભીવંડી વિસ્તારમાં રહે છે જેથી પોલીસે સપનાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. જોકે આ પ્રકારની ઘટના સુરતમાં પહેલી વખત નથી બની, અનેક વખત સુરતના યુવાનોને આ રીતે દુલ્હન અને તેના દલાલ દ્વારા છેતરપિંડી  કર્યા હોવાનું સામે આવ્યું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन