Home /News /surat /સુરત: એસ.ડી. જૈન શાળામાં વાલીઓ વિફર્યા, સ્કુલ ગેટ કરાયો બંધ

સુરત: એસ.ડી. જૈન શાળામાં વાલીઓ વિફર્યા, સ્કુલ ગેટ કરાયો બંધ

    સુરત ખાતે શાળાઓ શરૂ થયા બાદ આજે ફરી એસ ડી જૈન શાળામાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓને શાળામાંથી લીવીંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા. અને શાળા બહાર આવી હોબાળો કર્યો હતો.

    સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસ ડી જૈન શાળા ખાતે આજે કેટલાંક વિદ્યાર્થીઓને લીવિંગ સર્ટીફિકેટ આપી દેવામાં આવતા બાળકોના વાલીઓ રોષે ભરાયા હતા. જો કે તેમના સમર્થનમાં અન્ય વાલીઓ પણ આવી જતા શળા ઉપર હોબાળો મચાવ્યો હતો. શાળા પરિસર પાસે પહોંચેલા વાલીઓ દ્વારા શાળાના પરિસર બહાર હોબાળો મચાવ્યો હતો. વાલીઓ શાળા મેનેજમેન્ટને મળવાની જીદ પકડી બેઠા હતા. પરંતુ શાળા સંચાલકો દ્વારા શાળાનો ગેટ બંધ કરી દેવાતા વાલીઓ વધુ વિફર્યા હતા, અને વાલીઓ દ્વારા ગેટ તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. શાળા મેનેજમેન્ટ દ્વારા પરિસ્થિતિ વણસે તે પહેલા કાબૂ કરવા માટે પોલીસનો સહારો લેવામાં આવ્યો હતો. પોલીસ પણ શાળા પરિસર પાસે પહોંચી વાલીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

    વાલી જીતેન્દ્ર સુરાણાએ જણાવ્યું કે, મારા છોકરાને સ્કુલમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી હું સરકાર દ્વાર નક્કી કરવામાં આવેલા ફી પ્રમાણે ફી કરાવવા માટે સ્કુલ મેનેજમેન્ટ સામે આંદોલન ચલાવી રહ્યો છું તેના કારણે મારા બાળકને લિવીંગ સર્ટીફિકેટ આપી દેવામાં આવ્યું છે. સ્કુલ સંચાલકો કહે છે કે, હું સ્કુલ સાથે કમ્ફર્ટેબલ ન હોવાથી આ પગલુ ભરાયુ છે પરંતુ જો હું કંફર્ટેબલ ન હોવું તો મારે બાળકને ઉંચકી લેવો જોઇએ નહી કે તેમણે કાઢી મુકવો જોઇએ. હું જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરીશ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Give, LeT, School, Students, સુરત

    विज्ञापन
    विज्ञापन