સુરતમાં ડ્રગ્સનો વેપાર જે રીતે ચાલી રહ્યો છે. તેને તોડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા વ્યક્તિઓને સતત તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
સુરતઃ શહેરમાં ડ્રગ્સનો વેપાર જે રીતે ચાલી રહ્યો છે. તેને તોડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા વ્યક્તિઓને સતત તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે થોડા સમય પહેલાં જ સુરત પોલીસમાં જે વ્યક્તિને પકડ્યો હતો તેની પત્ની વેપાર કરતી હોવાની જાણકારી મળી હતી. ત્યારે દરોડા પાડી 50 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં છેલ્લા લાંબા સમયથી નસીલા પદાર્થોનો વ્યાપાર જે રીતે વધી રહ્યો છે. તેને લઈને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસ થાય અને સુરત પોલીસ નસીલા પદાર્થોમાં ઝડપી પાડતી હોય છે. ત્યારે સુરત પોલીસને આજે વધુ એક વખત સફળતા મળી છે. સુરત પોલીસને બાતમી મળી હતી કે, રાંદેર સ્ટ્રીટ આવેલા બોડક ફળિયામાં રહેતો અને ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂકેલા ઈસ્માઈલ ગુજર કે તે અલગ ઘટના કેસમાં હાલ લાજપોર જેલમાં છે. તેની પત્ની હીના હાલ ડ્રગ્સનો વેપાર કરતી હોવાની વિગત પોલીસને મળી હતી.
પોલીસે બાતમીના આધારે આ વ્યક્તિના ઘરે દરોડો પાડતા તેની પત્નીના ઘરમાં હતી તે સમયે પોલીસ તપાસમાં ઘરમાંથી વૃક્ષનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, પોલીસે આ મામલે મદદથી તપાસ કરતા સાબિત થયું હતું. અંદાજિત 500 ગ્રામ ડ્રગ્સની બજાર કિંમત 50 લાખ રૂપિયા થાય છે. ત્યારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી મહિલાની ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલાં જ તેનો પતિ પણ ડ્રગ્સના કેસમાં પકડાયા બાદ જેલમાં છે. ત્યારે પોતાના પતિને છોડાવવા માટે આ મહિનાના વેપાર કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ મામલે ગુનો દાખલ કરી આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.