કર્મચારીઓનું પીએફ પાંચ વર્ષની અંદર ઉપાડવામાં આવી અને જો પી.એફની રકમ 50,000થી વધુ હોય એટલે કે વાર્ષિક પીએફની ફાળવણી અઢી લાખથી વધુ હોય તો અને જો આ રકમને પાંચ વર્ષથી ઓછા સમયગાળામાં ઉપાડી લેવામાં આવે તો આ રકમ પર કર ચૂકવવો પડે છે.
Mehali tailor,Surat: ખાનગી કંપનીના કર્મચારી દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પીએફ ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે છે જે અંતર્ગત કર્મચારીઓને કેટલીક જાણકારીઓ હોતી નથી. જેને કેટલીક મહત્વની જાણકારીઓ ઇપીએફ ઓફિસના ક્ષેત્રીય અધિકારી દ્વારા આપવામાં આવી હતી. પીએફમાં કેટલી રકમ ઉપાડી શકાય ક્યારે ઉપાડી શકાય અને કઈ રીતે ઉપાડી શકાય તે બાબતે મહત્વની જાણકારી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
પાંચ વર્ષથી ઓછા સમયગાળામાં પીએફ ઉપાડવો જોઈએ કે નહીં?
કર્મચારીઓનું પીએફ પાંચ વર્ષની અંદર ઉપાડવામાં આવી અને જો પી.એફની રકમ 50,000થી વધુ હોય એટલે કે વાર્ષિક પીએફની ફાળવણી અઢી લાખથી વધુ હોય તો અને જો આ રકમને પાંચ વર્ષથી ઓછા સમયગાળામાં ઉપાડી લેવામાં આવે તો આ રકમ પર કર ચૂકવવો પડે છે. અને જો પાંચ વર્ષથી વધુ સમય માટે પીએફની રકમ રાખી મૂકવામાં આવે તો તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી. પીએફ ઉપાડવા માટે કેવાયસી ડોક્યુમેન્ટ પૂરેપૂરા સબમિટ થયેલા હોવા ઘણા જરૂરી છે.
પીએફમાં જમા થયેલ પૈસા ઉપાડવા માટે કઈ પ્રોસેસ કરવી?
પીએફ ના પૈસા ઉપાડવા માટે કર્મચારીઓએ ઇપીએફઓની વેબસાઈટ પર લોગીન કરી તેમાં યુએન અને પાસવર્ડ દાખલ કરી સાઇન ઇન કરવું.પેજ પર ઓનલાઇન મેનેજ સ્ટેપ પર ડ્રોપાઉટ મેનુમાંથી કેવાયસી પસંદ કરવું. આ માટે કેવાયસી કમ્પ્લીટ હોવું ઘણું જરૂરી છે. ત્યારબાદ લિસ્ટમાંથી ફોર્મ 19, 10 સી અને 10 ડી સિલેક્ટ કરું અને ત્યાં મેમ્બર્સની તમામ ડિટેલ્સ જોઈ શકાય છે. તે વેરીફાઈ કર્યા બાદ બેંક અકાઉન્ટના ચાર અંકો દાખલ કરી પ્રોસેસ પણ ઓનલાઇન ફ્લેમ કરી પીએફના પૈસા મેળવવા માટેની પ્રક્રિયા ઓનલાઇન કરી શકાય છે.