Home /News /surat /સુરતના કિન્નરની સંંઘર્ષ ગાથા, સમાજના ધિક્કાર વચ્ચે મહેનત કરીને ચલાવે છે દુકાન

સુરતના કિન્નરની સંંઘર્ષ ગાથા, સમાજના ધિક્કાર વચ્ચે મહેનત કરીને ચલાવે છે દુકાન

રાજવી જાન

આજે આપણે એક એવા કિન્નરની વાત કરીશું કે, જેમણે સમાજનો ધિક્કર પણ સહન કર્યો પરંતુ આજે પોતે સ્વનિર્ભર બનીને સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આપણા સમાજમાં કિન્નરને માતાજી તરીકે સ્વીકારવામાં તો આવે છે પરંતુ અનેક લોકો તેમને અપશબ્દો બોલીને અપમાન પણ કરે છે. પરંતુ આજે આપણે એક એવા કીન્નરની વાત કરીશું કે, જેમણે કિન્નર સમાજને એક નહી રાહ ચીંધી છે. સુરતના આ કિન્નર પોતાની મહેનતે આત્મનિર્ભર બની કિન્નર સમાજને એક નવી રાહ ચીંધી છે.

સ્વનિર્ભર બનીને સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું

આપ સૌ જાણો છો તેમ કિન્નરનું જીવન આસાન નથી હોતું. સમાજમાં રહેવું આસન નથી હોતુ.સમાજનો ધિક્કર તેને સહન કરવો પડે છે. પરંતુ આજે આપણે એક એવા કિન્નરની વાત કરીશું કે, જેમણે સમાજનો ધિક્કર પણ સહન કર્યો પરંતુ આજે પોતે સ્વનિર્ભર બનીને સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કિન્નરનું નામ છે રાજવી જાન. તેમણે હવે સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે અને તેમાંથી તે પોતાના માતા-પિતાનું ભરણપોષણ કરે છે.

શાળા કોલેજમાં છોકરો બનીને અભ્યાસ કર્યો

રાજવી જાનનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થઇ ગયો હતો. તેના માતા-પિતાને જ્યારે ખબર પડી કે તે કિન્નર છે. ત્યારે તેઓએ ઓળખ છૂપાવી દીધી, શાળા અને કોલેજમાં તેણે છોકરાની જ ઓળખ બતાવીને અભ્યાસ કર્યો, પણ પછી અંદરો અંદર જ કાંઇક ખોટું કર્યાનો અહેસાસ થયા કરતો હતો. રાજવીએ પહેરવેશમાંથી બહાર આવી તેણે સમાજને સાચી ઓળખ બતાવવાનું શરુ કર્યું કે તરત જ તેના પિતાનો વિરોધ શરુ થઇ ગયો હતો. પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતાના ઘરેથી નીકળ્યા બાદ કિન્નર સમાજમાં જવાની જગ્યાએ સારી રીતે સોસાયટીમાં ઘર લઈને સ્વનિર્ભર બનાવવાનું નક્કી કર્યું હતું.

મહેસાણા: 15 વર્ષની સગીરા અને 20 વર્ષનો યુવાન ઘરેથી ભાગ્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

21 ડિસેમ્બરના રોજ 800 વર્ષ બાદ બે મોટા ગ્રહો ગુરૂ અને શનિ આવશે નજીક, રાત પણ હશે સૌથી લાંબી

દુકાન ચલાવી સ્વનિર્ભર બન્યાં

આજે તેમણે સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે. રાજવીએ બાળપણથી જ પોતાની ઓળખ છુપાવીને સ્કુલ અને કોલેજમાં અભ્યાસ કર્યો છે. રાજવીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. પરંતુ જયારે તેના હક્કની વાત આવી ત્યારે સમાજ અને તેના પિતાએ પણ હાથ ઉંચા કરી દીધા હતા. પરંતુ રાજવીએ હાર ન માની અને દુકાન શરુ કરી દીધી છે.  તે દુકાનમાંથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.



ઊંચો છે આત્મવિશ્વાસ

રાજવીએ જણાવ્યું હતું કે, દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ છે. મારી સામેને સામે જ જોયા કરે છે. પરંતુ મને વિશ્વાસ છે કે, એક દિવસ મારી દુકાન ચાલશે. લોકો અહીંથી ખરીદી કરશે. અને મારા નામનો સુરજ પણ ઉગશે રાજવીને રહેવા માટે પણ એટલો જ સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘર માલિકે તેનું ઘર પણ ખાલી કરવી દીધું હતું. પરંતુ રાજવીએ હાર ના માની હતી. આ મામલે તેમણે જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત વ્યક્તિ સાથે રહેવાથી કરોના ગ્રસ્ત થવાય તે વાત સાચી પણ કિન્નર સાથે રહેવાથી કિન્નર બનાય તે વાત ખોટી છે.
First published:

Tags: Sucess story, ગુજરાત, સુરત