કેતન પટેલ, બારડોલી: કામરેજના (Kamrej) ખોલવાડ ખાતે આવેલી એક ખાનગી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર માર મારતાનો વીડિયો સીસીટીવીમાં (CCTV video) કેદ થયો હતો. જે અંગે વાલીઓમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.
કામરેજ તાલુકાના ખોલવાડ ગામ ખાતે આવેલી દેવર્સી આઈ.આઈ.એમ શાળામાં ગતરોજ 7માં ધોરણ ભણતો જૈનીલ કવા ગતરોજ પોતાના મિત્રો સાથે રીસેસ ટાઈમમાં મસ્તી મજાક કરતો હતો. તે દરમિયાન રિસેસ પત્યાં બાદ કૌશિક નામના શિક્ષકે સ્ટીલના પાઇપ વડે 7માં ધોરણમાં ભણતા જૈનીલને માર માર્યો હતો. આ માર એટલી હદે મારવામાં આવ્યો હતો કે, જૈનીલ ઘરે આવીને રડવા લાગ્યો હતો. તેણે પોતાના વાલીને જાણ કરી હતી અને વાલીએ જૈનીલના પગમાં ચેક કરતા ચાઠાં પડી ગયા હતા. ત્યારે વાલીઓએ આ અંગે ફરિયાદ કરતા શાળા મૌન જોવા મળી હતી ત્યારે આ મુદ્દે વાલીએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
જે પ્રમાણે શિક્ષક વિદ્યાર્થીને માર મારી રહ્યો છે તે સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થયો હતો. તો બીજી તરફ માસૂમ વિદ્યાર્થીને આ રીતે માર મારવામાં આવ્યો ત્યારે એક વિધાર્થીને નહિ પરંતુ એક કરતાં વધુ વિધાર્થીને માર મારવાનો આક્ષેપ વિદ્યાર્થી જૈનીલે કર્યો હતો.
જ્યારે આ સમગ્ર મામલે શાળાએ શિક્ષકની તરફેણમાં લુલો બચાવ પણ કર્યો હતો. જોકે, વાલીને સંતોષકારક જવાબ આપ્યો ન હતો ત્યારે વાલીએ સીસીટીવી જોવા માંગ્યા ત્યારે વાલીને પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી બતાવિશું તેવો ઉડાવ જવાબો આપવામાં આવ્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે, આવો જવાબ આપીને શાળા પણ શિક્ષકનો લુલો બચાવ કરે છે.
ત્યારે હાલ તો વાલી શાળા પાસે યોગ્ય ન્યાય માંગી રહી છે. જ્યારે પાયાનું ઘડતર આપનાર શાળામાં જ આવી રીતે વિધાર્થીઓ સાથે વર્તન કરવામાં આવશે તો દેશના ભવિષ્ય તરીકેના વિદ્યાર્થીઓ ઉપર શુ અસર પડશે? ત્યારે હાલ તો વિદ્યાર્થીને યોગ્ય ન્યાય મળે તે વધુ યોગ્ય બન્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર