Home /News /surat /સુરત: સોનીએ જબરી 'સ્કીમ' કરી નાંખી, ગ્રાહકો રાહ જોતાં રહ્યા ને...

સુરત: સોનીએ જબરી 'સ્કીમ' કરી નાંખી, ગ્રાહકો રાહ જોતાં રહ્યા ને...

જવેલર્સ માલિકે લોભામણી સ્કીમ થકી ગ્રાહકોને છેતર્યા

Surat News: જ્વેલર્સની સ્કીમ પર વિશ્વાસ મૂકતાં પહેલા ચેતજો. તમારી સાથે પણ થઇ શકે છે આવું. સુરતની ચોંકાવનારી ઘટના. ગ્રાહકો રાહ જોતાં રહ્યા ને રાતોરાત જ્વેલર્સનું બોર્ડ ગાયબ થયું

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જવેલર્સ માલિકે લોભામણી સ્કીમ થકી ગ્રાહકોને છેતર્યા હોવાની ઘટના બની છે. જૂના સોના સામે નવું સોનું આપવાની સ્કીમ મૂકીને ગ્રાહકોને છેતર્યા છે. જૂનું સોનું લઈ રાતોરાત જવેલર્સ બંધ કરી જવેલર્સ માલિક રફુચક્કર થઇ ગયો હોવાનું સામે આવતાં ચકચાર મચી છે. જ્વેલર્સની આ લોભામણી સ્કીમમાં અનેક લોકોના જૂના દાગીના ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

અનેક લોકોના દાગીના ફસાયા

સુરતના કતારગામમાં જવેલર્સે રાતોરાત ઉઠમણું કરતા અનેક લોકોના દાગીના ફસાયા છે. કતારગામ વિસ્તારમાં આવેલા ન્યૂ ગૌતમ જવેલર્સના માલિકો દ્વારા જૂના સોનાના દાગીના સામે નવા સોનાના દાગીના બનાવી દેવા માટે અનેક લોકો પાસેથી જૂના દાગીના લઈને રાતોરાત દુકાન વેચી દુકાનને તાળા મારી સ્ફુચકકર થઈ જતાં ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો: ... એ ગયા!! ભાવનગરમાં બાઇક લઇને જઇ રહેલું દંપતી ખુલ્લી ગટરમાં પટકાયું

10 વર્ષ દુકાન ચલાવી ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો હતો

સુરતમાં સતત છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં કતારગામ વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીના સમર્પણ કોમલેક્સમાં ન્યૂ ગૌતમ જવેલર્સના નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવવામાં આવતી હતી. અંદાજીત 10 વર્ષ દુકાન ચલાવ્યા બાદ ખાસા ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો હતો. જેથી લોકો તેમને જૂના દાગીના વિશ્વાસ પર આપી જતા અને તેમની પાસેથી નવા બનાવતા હતા.

રાતોરાત જ્વેલર્સનું બોર્ડ ગાયબ થયું

જોકે, છેલ્લા ઘણા સમયથી અનેક ગ્રાહકો પાસેથી જૂના દાગીના લઈ નવા બનાવવા માટે મુકાવ્યા બાદ રાતોરાત દુકાન વેચી જવેલર્સનું બોર્ડ ઉતારી પાડી જવેલર્સ ચલાવનાર ત્રણ લોકો રફુચક્કર થઈ ગયા હતા. અંદાજીત ચાર મહિના રાહ જોયા બાદ પણ જવેલર્સ માલિકોએ દેખા ન દેતા વાળીનાથ સોસાયટી ખાતે રહેતા એક ગ્રાહક જીવરાજ ભાઈ પારધીએ જવેલર્સના માલિક બાબુભાઈ સોની, તેમનો પુત્ર વિમલ સોની અને તેની પત્ની સુમિત્રા સામે ચોક બજાર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે જવેલર્સ માલિકોની શોધખોળ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news