Home /News /surat /સુરત : જ્વેલર્સની બહાદુરીનો Viral Video, બંદૂકની અણીએ લૂંટ કરવા આવેલા શખ્સોને ભગાડ્યા

સુરત : જ્વેલર્સની બહાદુરીનો Viral Video, બંદૂકની અણીએ લૂંટ કરવા આવેલા શખ્સોને ભગાડ્યા

સુરતમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કટ્ટો લઈને આવેલા લૂંટારૂઓને જ્વેલર્સે ભગાડ્યા

Surat CCTV Video : દેશી કટ્ટો લઈને લૂંટ કરવા ત્રણ ઈસમો આવ્યા પહેલાં દાગીના જોયા પછી કહ્યું, 'સબ સામાન ઈસ બેગમેં ભર દો વરના ગોલી માર કે માર ડાલુંગા'

સુરત પોલીસની (Surat Police) નિષ્ક્રિયતાને લઈને સુરતમાં સતત ગુનાખોરી (Crime) વધી રહી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં (Pandesara Surat) આવેલી જ્વેલરીની (Jewellers Loot) એક દુકાનમાં ત્રણ જેટલા ઈસમોએ લૂંટ કરવાના ઇરાદે આવ્યા હતા. જોકે દુકાનદારની સૂઝબૂઝ ને લઈને તેણે હિમ્મતપૂર્વક લૂંટારૂઓનો સામનો કર્યો હતો અને ભગાડ્યા હતા. આમ કટ્ટા સાથે આવેલા લૂંટારૂઓને ખાલી હાથે ભાગવાનો વારો આવ્યો હતો. ઘાતક હથિયાર સાથે આવેલા લૂંટારૂઓ દૂકાનમાં રહેલા સીસીટીવીમાં કેદ (CCTV Video) થયા હતા. બનાવની જાણ થતા પોલીસ (Surat Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી.

સુરતમાં દિવસેને દિવસે કાયદાની સ્થિતિ લથડી રહી છે ત્યારે ગુનેગારો બેફામ બન્યા છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં હત્યાનો પ્રયાસ લૂંટ ચોરીની સતત ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો : રાજકોટ : સાંસદ ધડુકના ભાઈની કૉલેજમાં ચોરીનો CCTV Video, તિજોરી તોડી લાખોનો માલ ચોર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણપત નગર નજીકની સોસાયટી પાસે જય અંબે જ્વેલરી નામની એક દુકાન આવેલી છે. સવારના સમયે ત્રણ જેટલા ઈસમો ઘાતક હથિયાર સાથે દુકાનમાં જઈ આવ્યા હતા અને દુકાનમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : વડોદરા : પોલીસની 'દાદાગીરી'નો CCTV Video, વડસરમાં પાનવાળાને મારી મારીને અધમૂવો કરી નાખ્યો

જોકે દુકાનદારે સમય સૂચકતા વાપરી બૂમાબૂમ કરતાં આલુ અને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો.જોકે લૂંટ કરવા આવેલા ઈસમો પાસે દેશી હાથ બનાવાટનો કટો પણ મળી આવ્યો હતો. દુકાનદારે બૂમાબૂમ કરતાં લૂંટારૂઓ ભાગી છૂટયા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવ્યા હતા. એ જ સમયે લૂંટના પ્રયાસ ની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો.



જો કે ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે દુકાનમાં રહેલા સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત : બેફામ TRB જવાનની દાદાગીરીનો Viral Video, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી


જોકે દુકાનદારની સમયસૂચકતાને લઈને લૂંટારૂઓને ખાલી હાથ ભાગવાનો વારો આવ્યો પણ જે રીતે ચોર લુંટારૂઓ ધોળે દિવસે પણ હવે દુકાનોને નિશાન બનાવી રહ્યા છે તેને લઈને પોલીસની કામગીરી પર મોટા સવાલો ઉભા થવા પામ્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: CCTV Video, Crime news, Gujarati news, Jewellers loot video, Loot, Surat jay ambe jewellers loot Attempt, Surat loot Videos, Surat news, Surat Pandesara loot, Surat Viral videos

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો