Mehali tailor,surat: સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સીટી માટે આગળ બધી જ રહ્યું છે પણ આ સાથે હવે સુરત મેન્યુફેક્ચરિંગ તરફ પણ આગળ વધી રહ્યું છે સુરતમાં આ જ રેડીમેન્ટ ગારમેન્ટ તૈયાર મળે છે આ સાથે આ કાપડ માંથી બનતી અલગ અલગ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ પણ સુરતમાં થાય છે સુરત હવે બેગ ના ઉત્પાદનમાં પણ આગળ વધી રહ્યું છે સ્કુલ બેગ કોલેજ બેગ ઓફિસ બેગ કે પછી કોઈપણ અલગ અલગ પ્રકારના બેગ સુરતના કાપડ દ્વારા સુરતમાં જ ઉત્પાદન કરવામાં આવે છે.
સુરતમાં આશરે દરરોજ 10,000 જેટલા ટ્રોલી બેગનું ઉત્પાદન થાય છે.
આ ઉત્પાદનમાં સુરતમાં આજે ચારથી પાંચ મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ કાર્યરત છે. આ બેગ ના ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો સુરતમાં ટ્રાવેલિંગ બેગ આશરે દરરોજ ૧૦ હજાર હજાર જેટલા ઉત્પાદન થાય છે અને ઓફિસ બેંક આશરે બે થી ત્રણ હજાર જેટલા ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે. આ બેગ નું વેચાણ મોટેભાગે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. આ બેગના ઉત્પાદનમાં હવે વિહિલ ટ્રોલી,ડફલ ટ્રોલીના યુનિટો પણ સુરતમાં ચાલુ થઈ રહ્યા છે.
સુરતના આ બેગ ઉત્પાદનમાં મશીનરી અને સ્કીલ કારીગરની ખોટ
સુરતમાં આ ઉત્પાદન માટેની મશીનરીએ એડવાન્સ મશીનરી ન હોવાને કારણે આજે સુરત ચાઇનાને ટક્કર આપી શકે એટલું લો કોસ્ટિંગમાં બેગ ઉત્પાદન કરી શકતું નથી.
આ સિવાય સુરતમાં સ્કીલ પણ ખોટ વર્તતા તેની સીધી અસર એ ઉત્પાદનને ગુણવત્તા અને જથ્થા પણ પડે છે. ત્યારે આ મળશે બેગ ઉત્પાદન કરતા વેપારીઓએ બજેટમાં માંગણી કરી છે કે ઉત્પાદનના મશીન ખરીદવા માટે સબસીડી આપવામાં આવે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bag, Local 18, Market, સુરત