Home /News /surat /સુરતમાં હની ટ્રેપ! કાર ચાલક પાસે લિફ્ટ માંગી અને આપી ધમકી, પછી જે થયું તે ખતરનાક છે

સુરતમાં હની ટ્રેપ! કાર ચાલક પાસે લિફ્ટ માંગી અને આપી ધમકી, પછી જે થયું તે ખતરનાક છે

ગેંગ ઝડપી પાડી

હનીટ્રેપ કરનાર ગેંગનો પર્દાફાશ કરતી સુરત ક્રાઇમ બ્રાન્ચબે મહિલા સહિત ચારની ધરપકડ

સુરત : શહેરમાં હનીટ્રેપનો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. રાહદારી પાસે કાર ચાલકે લિફ્ટ માંગીને તેને ફસાઇ દીધો છે. લિફ્ટ આપતા રાહદારીએ ચપ્પુ બતાવીને તેની સાથે આવેલી મહિલાઓ સાથે ચાલકના ફોચા પાડી દીધા હતા. જે બાદ તે વાયરલ કરવાની ધમકીઓ આપીને તેની રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. હાલ સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ આ ગેંગ અને કરતૂતોને લોકો સામે લાવ્યા છે.

સુરત શહેરમાં હનીટ્રેપ કરી લોકોને પોતાની જાળમાં ફસાવનાર ગેંગ સક્રિય હોય તેઓને પકડવવા માટે સુરત પોલીસ પણ સતર્ક હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમના  માણસો  બાતમીના આધારે અડાજણ પોસ્ટમાં નોંધાયેલ હની ટ્રેપના ગુનાના આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલ આરોપી લાલ શિવરાજ લખધીરભાઈ, અલ્પેશકુમાર ઉર્ફે જીજુ જગદીશભાઇ પટેલ, લલીતભાઈ ખીમજીભાઇ ચૌહાણ, રૂઢીયાબેન ઉર્ફે ફાતીમાબેન ઉર્ફે રીનાને અબ્બાસભાઈ વ્હોરાની દીકરીને ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

અમદાવાદમાં મેટ્રો તો શરૂ થશે પરંતુ પાર્કિંગ ક્યાં?

આ પકડાયેલા આરોપીએ એક કાર ચાલકને લિફ્ટ આપવાનું કહ્યું હતું. બાદમાં કાર ચાલકને ચપ્પુ બતાવીને એક ફ્લેટમાં લઇ ગયા હતા. પહેલાથી બે આરોપી અને બે મહિલા હાજર હતી બાદમાં મહિલાઓ વચ્ચે કાર ચાલકને ઉભો રાખીને ફોટો પડ્યો હતો. જેમા એક આરોપીએ પોલીસ તરીકેની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને કાર ચાલકને ધમકી આપીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું હતું. એટલું નહિ પણ આ શાતીર આરોપીઓએ કાર ચાલકનો ફોટો વાયરલ કરવાની ધમકી આપીને 20 લાખ રૂપિયા માંગ્યા હતા. બાદમાં કાર ચાલકે પાંચ લાખ રૂપિયા આપીને છુટકારો મેળવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ કાર ચાલકે આ બાબતે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હનિટેપ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે.
" isDesktop="true" id="1255038" >

કાર ચાલેકે 5 લાખ રૂપિયા આરોપીને આપી દીધા હતા અને ત્યારબાદ કારચાલક દ્વારા સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે ટીમ કામે લાગી હતી. મામલે પોલીસ દ્વારા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અન્ય એક આરોપી ફરાર છે. લાલજી શિવરાજભાઈ અલ્પેશકુમાર ઉર્ફે જીજુ પટેલ લલિત ચૌહાણ, રૂકિયાબેન ફાતિમાબેન વોહરાની ધરપકડ કરવામાં આવે છે અને એક આરોપીને પણ ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ થઈ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन