Home /News /surat /સુરત: યુવકને 12 કિ.મી. ઢસડનાર લકઝુરિયર્સ કારનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

સુરત: યુવકને 12 કિ.મી. ઢસડનાર લકઝુરિયર્સ કારનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

સુરત હિટ એન્ડ રન કેસ: યુવકે ઉતારેલા વીડિયોથી પોલીસ કાર સુધી પહોંચી

Surat hit and run case: સુરત તાતીથૈયા હિટ એન્ડ રન કેસ. લકઝુરિયર્સ કારે બાઇક ચાલકને ટક્કર મારી હતી. 12 કિ.મી યુવક ઢસડાતા યુવકનું મોત થયુ હતુ. યુવકે ઉતારેલા વીડિયોથી પોલીસ કાર સુધી પહોંચી

    સુરત: તાતીથૈયા હિટ એન્ડ રન કેસમાં પોલીસ અકસ્માત સર્જનાર કાર સુધી પહોંચવામાં સફળ થઇ છે. યુવકે ઉતારેલા વીડિયોથી પોલીસ કાર સુધી પહોંચી છે. લકઝુરિયર્સ કારે બાઇક ચાલકને ટક્કર મારી હતી. જે બાદ 12 કિલોમીટર યુવક ઢસડાતા યુવકનું મોત થયું હતું. બે દિવસ બાદ પોલીસને યુવકની લાશ મળી હતી. સીસીટીવી ન હોવાથી પોલીસને કોઇ ભાળ મળી ન હતી. જોકે, લક્ઝુરિયર્સ કાર પાછળ આવતી કારમાંથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો. લક્ઝુરિયર્સ કાર પાછળ યુવકની કાર આવતી હતી. યુવકે કારમાંથી વીડિયો બનાવી પોલીસને આપ્યો હતો.

    બાઈક સવાર યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો હતો

    દિલ્હીમાં રાત્રિના સમયે કાર નીચે એક યુવતીને ઢસડી જવાઈ તેવી જ ચોંકાવનારી ઘટના સુરત નજીક પલસાણાના તાંતિથૈયા ગામે બુધવારે બની હતી. અહીં બાઈક પર જઈ રહેલા દંપત્તિને લક્ઝુરિયસ કારચાલકે અડફેટે લીધા હતા. આટલું જ નહીં, ચાલકે કાર હંકારી મૂકતા બાઈક સવાર યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. આ ઘટનાથી અજાણ યુવતી ઘટના સ્થળે પોતાના પતિની શોધખોળ કરતી રહી ને બીજા દિવસે પતિની લાશ 12 કિ.મી. દૂરથી ક્ષતવિક્ષત હાલતમાં મળી.


    આ પણ વાંચો: યુવતી સાથે સેટિંગની લ્હાયમાં કારખાનેદાર હની ટ્રેપમાં ફસાયો, મોહજાળનો ચેતવતો કિસ્સો

    યુવાને પોલીસને એક વીડિયો આપ્યો હતો

    આ દર્દનાક ઘટનામાં પોલીસ પણ હત્યારા કારચાલકને શોધવા ઝઝૂમી રહી હતી. રસ્તા પર ક્યાંય પણ સીસીટીવી ન હોવાના કારણે પોલીસને આરોપી શોધવા ભારે જહેમત ઉઠાવી પડી હતી, પરંતુ દેવદૂત બનીને આવેલા આ યુવાને પોલીસને એક વીડિયો આપ્યો ને પોલીસ હત્યારી લક્ઝુરિયસ કાર સુધી પહોંચી ગઈ છે. હકીકતમાં આ યુવાન અકસ્માત સમયે પેલી કારની પાછળ આવી રહ્યો હતો. જેણે યુવાનને પડયા બાદની ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો.

    યુવક કારની બોડીમાં જ ક્યાંક ફસાઈ ગયો હતો

    બાઈકચાલક સાગર પાટીલ અને તેની પત્ની અશ્વિની બાઇક પર જઇ રહ્યા હતા, તે સમયે પાછળથી આવી રહેલી કારે દંપતીની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. અકસ્માત બાદ અશ્વિની તો ફંગોળાઈને રોડ પર પડી ગઈ હતી. જ્યારે તેનો પતિ સાગર કારની બોડીમાં જ ક્યાંક ફસાઈ ગયો હતો. હિટ એન્ડ રન કરનાર કારચાલકે અંદાજે 12 કિ.મી. સુધી સાગરને ઢસડ્યો હતો. હાલ આરોપી ફરાર છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Hit and run case, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन