ગુજરાતીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટથી (Surat, Hajira port) દીવ (Diu) વચ્ચે ક્રૂઝ (cruise service) સેવાની શરૂઆત થવાની છે. આવતી કાલે એટલે 31 માર્ચના રોજ કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના (Mansukh mandavia) હસ્તે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાથી વર્ચ્યુઅલ (virtual) લોકાર્પણ કરવામાં આવશે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. ત્યારબાદ શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.
અઠવાડિયાના કયાકયા દિવસે ચાલશે?
આ ક્રૂઝ અઠવાડિયામાં બે વાર ટ્રીપ કરશે. ક્રૂઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ પહોંચશે. જે બાદ તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. હજીરાથી દીવ જતા અંદાજે 13થી 14 કલાક જેટલો સમય લાગે છે. આ ક્રૂઝમાં 300 મુસાફરો પ્રવાસ કરી શકશે. આ ઉપરાંત શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.
આ ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી સુવિધાઓ મેળવી શકશો. ચાર મહિના પહેલા પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી.
" isDesktop="true" id="1084226" >
જેમાં માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનોએ આ સેવાનો લાભ લીધો છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રૂઝ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.