સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય પરિવારની વિધવા મહિલાની એકલતાનો લાભ લઇ કૌટુંબિક સબંધીએ આ મહિલાની એકલતાનો લાભ લઇને રૂમમાં ઘુસી જઇ અશ્લીલ હરકત કરનાર કૌટુંબિક સબંધી વિરૂધ્ધ વિધવા મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
સુરતમાં સતત મહિલા અત્યાચાર અને મહિલા સાથે બાળકીઓની છેડતી અને દુષ્કર્મની સતત ફરિયાદો આવી રહી છે. ત્યારે સુરતના મહિલા છેડતી મામલે વધુ એક ફરિયાદ સામે આવી છે. મૂળ મહારાષ્ટની વતની એવી મહિલા સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહે છે. જોકે, થોડા સમય પહેલા પતિનું અકસ્માતમાં મોત થયા બાદ પોતાના બાળક સાથે એકલી રહેતી આ મહિલા પોતાના બાળક સાથે પોતાની રૂમમાં સુતેલી હતી. ત્યારે આ વિધવા મહિલાની એકલતાનો લાભ લઇને કૌટુંબિક સબંધી મુકેશ ભાષ્કર હેન્ડે (રહે. ભવાની સર્કલ, વરાછા) વ્હેલી સવારે 3 વાગ્યાના અરસામાં અચાનક ઘરમાં ઘુસી ગયો હતો.
છ વર્ષની પુત્રી સાથે રૂમમાં નિંદ્રાધીન ભાવનાના ગાલ અને છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકતો કરી હતી. જેથી ભાવનાની આંખ ખુલી જતા તે ચોંકી ગઇ હતી અને બૂમાબૂમ કરતા મુકેશ ભાગી ગયો હતો. જોકે પોતાની જેઠાણી અને જેઠ સાથે રહેતી આ મહિલાની બૂમોને પગલે જેઠાણી તાત્કાલિક વિધવા મહિલાની રૂમમાં દોડી આવી હતી.
જ્યાં વિધવા માહિલાએ તેની સાથે સંબંધી દ્વારા જે હરકત કરવામાં આવી હતી એની જાણકરી આપી હતી. જોકે કુટુંબિક સંબંધીએ કરેલી હરકતને લઇને આ મહિલાના પરિવાર દ્વારા આ સંબંધી વિરુદ્ધ ફરિયાદ કરવાનું નક્કી કરી વિધવા મહિલા અમરોલી પોલીસ મથકે આ મામલે દોડી જેણે ફરિયાદ આપતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. જોકે, આ મામલે પોલીસે આરોપીને પકડી પાડવા માટે બે ટિમ પણ કામે લગાડી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર