Home /News /surat /સુરત: સસરાએ ઉંદર મારવાની દવા પીવડાવી પરિણીતાની કરી હત્યા, ભાઇએ નોંધાવી ફરિયાદ

સુરત: સસરાએ ઉંદર મારવાની દવા પીવડાવી પરિણીતાની કરી હત્યા, ભાઇએ નોંધાવી ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

જેમાં વિનોદભાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓએ એકબીજાની મદદથી તેની બહેન શીલાબેન પાસે લગન્ના એક મહિના પછી દિનેશના ધંધા માટે રૂપિયા 10 લાખની માંગણી કરી.

સુરત કડોદરા રોડ મુક્તિધામ સોસાયટીમાં રહેતી પરિણીતા પાસે સાસરીયાઓએ દહેજમાં રૂપિયા 10 લાખની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી દોઠ મહિના પહેલા મારઝુડ કરી સસરાએ તેણીને ઉંદર મારવાની ઝેરી દવા જબરજસ્તી ખવડાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવ અંગે મૃતક પરિણીતાના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોîધાવતા પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આજના આધુનિક યુગમાં પણ દહેજને લઇને પરણીતાને ત્રાસ આપવા સાથે તેની હત્યા કરવાની ઘટના બની રહી છે. ત્યારે આવી એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, દહેજની માગણી સાથે નવ પરિણીતાને તેના સાસરિયા મારી નાખવાની ઘટના મામલે પિયરપક્ષ દ્વારા સાસરિયા વિરુદ્ધ આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પાલધર ખાતે રહેતા વિનોદભાઈ ભવરલાલ પ્રજાપતિએ ગઈકાલે પુણા ગામ મુક્તિધામ સોસાયટીમાં રહેતા તેમના બનેવી  દિનેશભાઈ પરશુરામ પ્રજાપતિ, સસરા પરશુરામ પ્રજારતિ, સાસુ શાંતીબેન પરશુરામ અને પ્રકાશ પરશુરામ સામે ફરિયાદ નોîધાવી હતી.

મોરવા હડફ પેટા ચૂંટણી પરિણામ: BJPનાં ઉમેદવાર આગળ, કૉંગ્રેસના ઉમેદવાર મથક છોડીને રવાના, સ્વીકારી હાર

જેમાં વિનોદભાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓએ એકબીજાની મદદથી તેની બહેન શીલાબેન પાસે લગન્ના એક મહિના પછી દિનેશના ધંધા માટે રૂપિયા 10 લાખની માંગણી કરી. તેમજ ઘરકામ આવડતુ નથી હોવાનુ કહી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેમજ ગત તા 14મી માર્ચના રોજ મારઝુડ કરી સસરા પરશુરામ પ્રજાપતિએ ઉંદર મારવાની દવા જબરજસ્તી મોઢામાં નાખી મારી નાંખી હતી.

કોરોનાના કહેર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયનાં આ ઉપાયો અજમાવોદોઢ મહિના પહેલા બનેલા બનાવ અંગે વિનોદભાઈએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટના પગલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે, યુવતીના પરિવારે ફરિયાદ કરતા પોલીસે આગામી દિવસમાં યુવતીના સાસરિયા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
First published:

Tags: Married women, ગુજરાત, ગુનો, સુરત, હત્યા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો