સુરતમાં (Surat) છેલ્લા કેટલાક સમયથી અંગત અદાવત અથવા થયેલા ઝગડામાં મારામારી કે હત્યાની ઘટના સાંભળી હશે. પણ પાડોસી સાથે થયેલા ઝગડામાં પાડોસીને (neighbour) સબક શીખવાડવા તેની બાળકીને દુસ્કર્મ માટે નિશાન બનાવવાની ઘટના સામે આવી છે. જોકે બાળકીએ (Minor Girl) વિરોધ નોંધાવી હવસખોરના ચંગુલમાંથી છટકી ભાગી છૂટી હતી અને સમગ્ર મામલે પોલીસ મથકે પોંહચતા પોલીસે આ નરાધમ યુવકની ધરપકડ કરી છે.
સામાન્ય બાબતે થયેલા ઝગડામાંની અદાવત રાખીને મારામારી કે હત્યા કરવામાં આવતી હોય છે. પરંતુ ઝગડાની અદાવતમાં પાડોસી દ્વારા પાડોસીને સબક શીખવાડવા માટે તેની 10 વર્ષની બાળકી સાથે દુસ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના પાંડેસરા ખાતે આવેલા જીઆઇડીસી વિસ્તારમાં ગોકુલધામ આવાસમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. ત્યારે પડોસી યુવાન આબાળકીની એકલતનો લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળના ભાગે લઇ ગયો હતો. જયાં એકાંતનો ગેરલાભ લઇ બાળાના છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી.
જોકે, બાળાએ યુવાનની હરકતનો પ્રતિકાર કરી ત્યાંથી ભાગી ગઇ હતી અને પોતના ઘરે પોંહચીને તેની સાથે બનેલી સમગ્ર ઘટન માતાને કહી હતી. જે બાદ માતાએ તાત્કાલિક બાળા સાથે અશ્લીલ હરકત કરનાર પાડોસી યુવાન સુરજ અરૂણ પાંડે વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ આપી હતી. જેથી પોલીસે આ નરાધમને ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
આરોપીની પૂછપરછ કરતા આરોપીએ પોલીસને જે જાણકારી આપી હતી તે સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપી સુરજ પાંડે અને બાળાના પરિવાર વચ્ચે પાંચેક દિવસ અગાઉ સામાન્ય બાબતમાં ઝઘડો થયો અને આ ઝગડાની અદાવત રાખીને આ યુવાને બાળાને નિશાન બનવાનું નક્કી કર્યું હતું. તેને બાળાની એકલતાનો લાભ લઇને આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે સફળ નહિ જતા પોલીસ તેને ઝડપી પડ્યો હતો.
" isDesktop="true" id="1076775" >
પોલીસે આ બાળા સાથે અન્ય કોઇ અઘટિત ઘટના બની છે કે નહીં તે અંગેની તપાસ માટે મેડીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.