Home /News /surat /Surat Election Results 2022: સુરતની તમામ16 બેઠક પર છવાયો ભાજપનો જાદુ, આપ-કોંગ્રેસના સૂપડા સાફ

Surat Election Results 2022: સુરતની તમામ16 બેઠક પર છવાયો ભાજપનો જાદુ, આપ-કોંગ્રેસના સૂપડા સાફ

સુરતમાં ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે છે કાંટાની ટક્કર

Surat Election Results 2022 News: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. હવે જોવું રહ્યું કે, આપ આ ચૂંટણીમાં કેવી પ્રદર્શન કરે છે.

    સુરત: આ જિલ્લામાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવી હતી. અહીં માનવામાં આવતુ હતુ કે, ભાજપ અને આપ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળશે. પરંતુ અહીં ભાજપે સુરત શહેર અને જિલ્લાની કુલ 16 બેઠક પર મહોર લગાવી દીધી છે. કોંગ્રેસ પાસે માંડવી બેઠક હતી જે પણ ભાજપે લઇ લીધી છે.

    ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસે હતી એક બેઠક


    વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો, સુરત જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે 15 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. સુરત જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું હતુ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં આપનો જાદો ચાલ્યો નથી.

    મળતી માહિતી પ્રમાણે, કુમારકાનાણીની ભવ્ય જીત થઇ છે. સુરતના મજુરામાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે. ગત ચૂંટણીમાં પણ તેઓ 50 હજારથી વધુ મતોથી જીત્યા હતા. જ્યારે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની કારમી હાર થઇ છે.

    શરૂઆતી વલણમાં ભાજપનો ઝંડો લહેરાયો


    શરૂઆતનાં વલણ પ્રમાણે, સુરતના મજુરામાં હર્ષ સંઘવી 29 હજાર જેટલા મતોથી આગળ જઇ રહ્યા છે. જ્યારે કતારગામમાં ગોપાલ ઇટાલિયા હાર તરફ પહોંચી ગયા છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો 2022 લાઈવ અપડેટ્સ

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે.



    આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Election Results 2022, Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन