Home /News /surat /સુરત: દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર બીજા માળેથી પટકાયો, મોત

સુરત: દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર બીજા માળેથી પટકાયો, મોત

સુરતમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજ્યું

Surat News: સુરતમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજ્યું. દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર નીચે પટકાયો

    સુરત: શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજયું છે. આ ઘટના સરથાણાના યોગેશ્વર નગર સોસાયટીમાં બની છે. જ્યાં દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર નીચે પટકાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકના અકાળે મોતથી પરિવાજનો થયા ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે.

    સુરતમાં બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ

    સામાન્ય રીતે બાળકોને શિયાળામાં તડકો ખવડાવતાં હોય છે. આવામાં સુરતમાં બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે. જ્યાં દાદીએ પૌત્રને તડકો ખવડાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. દાદીએ તડકામાં બેસાડેલો પૌત્ર પડી ગયો હતો. બાળક બીજા માળેથી નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રના અકાળે મોતથી પરિવાજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને પગલે રત્નકલાકાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે. જ્યારે હીરેનભાઇને સંતાનમાં એક દોઢ વર્ષીય પુત્ર વર્ણી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશેઃ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે

    સેલવાસમાં આઠમાં માળેથી નીચે પટકાતા બાળકનું મોત થયું હતું

    તાજેતરમાં જ સેલવાસમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગના આઠમા માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. શ્રમિક પરિવારના બાળકના મોતને લઈ પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. બનાવ અંગે સેલવાસ પોલીસે ફરિયાદ નોંધની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સેલવાસના ડોકમરડી વિસ્તારમાં નવા બ્રિજની બાજુમાં જ નવનિર્મિત 10 માળનું બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. અહીં બિલ્ડીંગના બાંધકામ માટે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાનવેરી ગામનું એક પરિવાર પણ અહીં કામ કરતું હતું. તેમનો 6 વર્ષીય બાળક રુદય રતિલાલ અરજ ગામમાં સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો. ઉતરાયણની રજા હોવાથી તેઓ પરિવાર બાળકને રજાના માહોલમાં પોતાની સાથે લઈ આવ્યું હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन