Home /News /surat /સુરતની ઘારીનો સ્વાદ આ વર્ષે લાગશે બેસ્વાદ, જાણી લો ભાવમાં કેટલા રૂપિયાનો ઝીંકાયો વધારો

સુરતની ઘારીનો સ્વાદ આ વર્ષે લાગશે બેસ્વાદ, જાણી લો ભાવમાં કેટલા રૂપિયાનો ઝીંકાયો વધારો

ચંદી પડવા પર સુરતીઓ કરોડોની ઘારી ઝાપટી જશે

Surat : સુરતીવાસીઓ ચંદી પડવાની આતુરતા પૂર્વકની વાટ જોઈને બેઠા છે. ત્યારે  વેપારીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ઘારી બનાવવાની શરુ કરી દેવામાં આવી છે.

સુરત : જૂની કહેવત સુરતનું જમણ અને કાશીનું મરણ મુજબ સુરત તેની  ખાણી-પીણી માટે વખણાય છે. એવામાં સુરતનો પોતાનો તહેવાર ચંદી પડવા પર સુરતીઓ કરોડોની ઘારી ઝાપટી જશે. સુરતીઓનો ખાણી-પીણી સાથે સંકળાયેલો સ્પેશ્યલ તહેવાર ચંદી પડવા પર ઘારી અને ભૂસુ જેટલા પીરસાય તેટલા ઓછા પડે તેમ છે.

છેલ્લા ત્રણ વર્ષના ઘારીના વેચાણના આંકડાની વાત કરીયે તો 100 ટનથી વધુ ઘારીનું વેચાણ રહેવા પામ્યું છે. ત્યારે  વેપારીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ઘારી બનાવવાની શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Surat News: સુરતમાં માસીએ જ કરી ભાણિયાની હત્યા, કારણ જાણીને છૂટી જશે અરેરાટી

મોટા જથ્થામાં અલગ અલગ પ્રકારની ઘારીઓ તૈયાર


સુરત શહેરમાં આ વખતે ચંદની પડવાનાની ઉજવણી કરવા સૌ કોઈ સુરતીવાસીઓ આતુરતા પૂર્વકની વાટ જોઈ બેઠા છે. કોરોના મહામારીના છેલ્લા બે વર્ષ દરમિયાન સુરતીઓ ચંદી પડવાની સહપરિવાર જાહેરમાં ઉજવણી કરી શક્યા નહતા. જોકે આ વખતે સુરતીઓ દ્વારા ચંદી પડવાની ઉજવણી કરવા અંગેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં ઘારી-ભૂંસાની ડિમાન્ડના પગલે સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ઘારીનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે. કેનેડા, અમેરિકા લંડન સહિત વિદેશી દેશોમાંથી પણ ઘારીની ડિમાન્ડ નીકળતા ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરત: સુમુલના ડાયરેક્ટર અજીત પટેલનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો કથિત વીડિયો વાયરલ

ઘારીના ભાવમાં વધારો


જોકે ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષે 70 રૂપિયા સુધીનો વધારો પ્રતિ કિલોએ ઘારીના ભાવ પર કરવામાં આવ્યો છે. દૂધ,બેસન સહિતની ચીજવસ્તુઓ પર થયેલા ભાવ વધારાના કારણે ઘારીના ભાવ પર પણ વધારો ઝીંકાયો છે. જો કે કોરોનાના છેલ્લા બે વર્ષની સરખામણીએ ચાલું વર્ષે આગામી ચંદી પડવાના પર્વને લઈ હમણાંથી જ ગ્રાહકી સારી નીકળી હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે. જેમાં અલગ અલગ ફ્લેવર્ડની ઘારીઓનોએ ઓર્ડરો પણ વિદેશ બહારથી ઓનલાઈન થકી મળી રહ્યા છે. જેના પગલે સારા વેપારની આશા વેપારીઓએ આ વખતના ચંદી પડવા નિમિત્તે સેવી છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Gujarat surat, Latest news Surat, Surat Ghari, Surat news

विज्ञापन
विज्ञापन