Home /News /surat /Surat News: ગરમા ગરમ કટલેસ ઘરે બનાવવા હોય તો શું કરવું? આ સરળ રેસીપીનો વીડિયો એક વખત જોઇ લો!

Surat News: ગરમા ગરમ કટલેસ ઘરે બનાવવા હોય તો શું કરવું? આ સરળ રેસીપીનો વીડિયો એક વખત જોઇ લો!

X
જાણો

જાણો કટલેસ બનાવવાની રેસીપી

કટલેસ માટે આ મિશ્રણ હવે તૈયાર છે.આ મિશ્રણના ઠંડુ પડે ત્યારબાદ તેને કટલેસના શેપમાં વાળીને ફ્રાય પેનમાં તેને તેલ નાખી શેકી લેવી. અથવા તો તેને તેલમાં તળીને પણ ખાઈ શકાય છે.

Mehali tailor,surat; ટાકાની કટલેસ તો દરેક લોકોની મનપસંદ છે પરંતુ શું તમને ખબર છે કે આટલી ટેસ્ટી કટલેસ આપણે કોળાની પણ ખાઈ શકીએ. કટલેસ તમે કોઈને બનાવીને આપો તો ખબર પણ નહીં પડે કે કોળાની કટલેસ છે. તો એકવાર જરૂરથી કટલેસ ઘરે બનાવી ટ્રાય કરો.


કટલેસ બનાવવા માટે જરૂરી સામગ્રી બે વાટકી છીણેલું કોળું, છીણેલું ગાજર, ફણસી, કાંદો અને કોબીજ દરેક શાકભાજીને એક ફ્રાય પેનમાં શેકીને પાકા કરી દેવા. સાથે કટલેસ બનાવવા માટે પૌવા દઈ તેને બરાબર શેકી તેને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લેવું. શાકભાજીને ફ્રાય પેનમાં શેકવા મૂકી ત્યારે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું થોડી વાર રહીને મીઠાનું પાણી છૂટે અને તે પણ શેકાઈ જાય ત્યાર પછી તેમાં મરચાં અને લસણ નાખવું શેકાઈ ગયા બાદ તેમાં થોડી ખાંડ નાખી ફરીથી દરેક શાકભાજીને ફ્રાયપેન બંધ કરી દરેક શાકભાજીને ચરવા દેવું. થોડીવાર રહીને શાકભાજીમાં શેકેલા પૌવાનો ભૂકો નાખી તેને બરાબર મિક્સ કરી લો.


 

કટલેસને ફ્રયપેનમાં શેકી અથવા તેલમાં તળીને પણ ખાઈ શકાય


કટલેસ માટે મિશ્રણ હવે તૈયાર છે. મિશ્રણના ઠંડુ પડે ત્યારબાદ તેને કટલેસના શેપમાં વાળીને ફ્રાય પેનમાં તેને તેલ નાખી શેકી લેવી. અથવા તો તેને તેલમાં તળીને પણ ખાઈ શકાય છે. આમ ગરમ ગરમ કોળાની કટલેસ તૈયાર છે કટલેસને ચટણી અથવા તો સોસ સાથે ખાઈ મજા માણી શકાય છે.

First published:

Tags: Local 18, મહિલા, રેસીપી, સુરત

विज्ञापन