Home /News /surat /સુરત: લાકડાના ફટકા મારી મિત્રએ જ મિત્રની કરી ઘાતકી હત્યા, CCTVમાં કેદ

સુરત: લાકડાના ફટકા મારી મિત્રએ જ મિત્રની કરી ઘાતકી હત્યા, CCTVમાં કેદ

હત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

Surat Crime: મિત્રએ જ કરી મિત્રની ક્રૂર હત્યા, હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મિત્ર પાસે જમવા માટે પૈસા માગતા ઝઘડો થયો હતો...

સુરત: શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનતાં ચકચાર મચી છે. સુરતના લાલગેટ વિસ્તારમાં એક યુવકે બીજા યુવકને જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરી છે. હત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મિત્ર દ્વાર જ મિત્રની હત્યા મામલે પોલીસ દોડતી થઇ હતી અને હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. હત્યા કરનાર અને મૃતક બન્ને મિત્રો હતા અને તેમની વચ્ચે પૈસા મામલે ઝઘડો થયો હતો. આરોપીએ તેના મિત્ર પાસે જમવા માટે પૈસા માગતા ઝઘડો થયો હતો. જે બાદ ઉશ્કેરાયેલા યુવકે લાકડાના કટકા મારી મિત્રની જ કરપીણ હત્યા કરી નાંખી હતી.

મિત્રએ જ કરી મિત્રની ક્રૂર હત્યા

સુરત શહેરમાં સતત ગુનાખોરીનો ગ્રાફ ઉચકાઇ રહ્યો છે. શહેરમાં સામાન્ય બાબતે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં ક્રૂર હત્યાની ઘટનાએ ચર્ચા જગાડી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીની સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે આરોપી કેવી રીતે યુવકને લાકડા વડે ફટકા મારી હુમલો કરે છે. જેના ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નિપજ્યું હતું. હત્યાને પગલે પોલીસ દોડતી થઇ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


આ પણ વાંચો: ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ‘છેલ્લો શો’ ફિલ્મની રિલીઝ પહેલા જ બાળ કલાકારનું અમદાવાદમાં અવસાન

પોલીસ તપાસમાં થયો ખુલાસો

આ દરમિયાન પોલીસે બાતમીના આધારે અરવિંદ કોળી નામના યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપી અને મૃતક બન્ને મિત્ર હતા. બન્ને સાથે જ હરતા ફરતા હતા અને ફૂટપાથ પર રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે અરવિંદ નામના યુવકે મૃતક પાસે જમવા બાબતે રૂપિયા માંગ્યા હતા. જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ લીધું હતું કે અરવિંદ કોળીએ પોતાના મિત્રની જ હત્યા કરી નાંખી હતી. અરવિંદે લાકડાના ફટકા મારી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો