Home /News /surat /Surat: આ એક્ઝિબિશનમાં આપવામાં આવે બહેનોને ફ્રી સ્ટોલ, જાણો વિગત 

Surat: આ એક્ઝિબિશનમાં આપવામાં આવે બહેનોને ફ્રી સ્ટોલ, જાણો વિગત 

હસ્તકળાનું અદ્ભૂત પ્રદર્શન 

મુસકાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં ગંગા સ્વરૂપ અને દિવ્યાંગ બહેનોને સ્ટોલ ફ્રીમાં જગ્યા ફાળવવામાં આવે છે અને ખાસ કરીને બહેનો જે કાર્યક્ષેત્રમાં અને વ્યાપારમાં(Business) આગળ વધવા માંગે છે તેમના માટે અવારનવાર આ પ્રકારના એક્ઝિબિશનનું આયોજન તહેવાર(f

વધુ જુઓ ...
Nidhi Jani, Surat: એક્ઝિબિશન (Exhibition in Surat) નામ પડે એટલે જ સ્ત્રીઓમાં ઉત્સાહ આવી જતો હોય છે અને કઈ પણ કરીને કેવી રીતે જે તે એક્ઝિબિશનમાં જવું તેની ગોઠવણ પોતાના સખીમંડળ સાથે વહેલા તે પહેલાના ધોરણે કરી દેવામાં આવતું હોય છે. ત્યારે આવા એક્ઝિબિશન જ્યારે તહેવાર અને રજાઓના સમયે હોય ત્યારે તેમાં આપોઆપ ઉત્સાહ હોવાનો તેને જ ધ્યાનમાં રાખીને શહેર અને ગામમાં તહેવારો (Festivals)ની આસપાસ મેળા અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. સુરત (Surat) શહેરમાં પણ વારે તહેવારે આ પ્રકારનું આયોજન થતું રહે છે. 15 અને 16 સપ્ટેમ્બરના રોજ સુરતમાં મુસકાન ફેમિલી ચેરિટેબલ (Muskan trust) ટ્રસ્ટ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ એક્ઝિબિશનમાં ગંગા સ્વરૂપ અને દિવ્યાંગ બહેનો માટે ફ્રી સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી અને બાકીના બીજા સ્ટોલ માટે બહેનો પાસે ચાર્જ લેવામાં આવ્યો હતો. જ્યારે કોઈ પણ વ્યક્તિ એક્ઝિબિશનમાં પહોંચે છે ત્યારે એક્ઝિબિશનની રોનક જ તેમને ખુશ કરી દે છે. આંખોમાં કઈક કરી બતાવવાની અને પરિવારને વ્યાપાર થકી આગળ લઈ જવાની ભાવના દરેક બહેનોની વાતોમાં કોઈ પણ સ્પષ્ટ જોઈ શકે. દરેક સ્ટોલ પર વિવિધ પ્રકારની કળા અને અવનવી વસ્તુઓ ઉપલબ્ધ હતી.



આ સ્ટોલમાં જે બહેનોને ફ્રીમાં સ્ટોલ ફાળવ્યા છે તેમનો ખર્ચો આ ટ્રસ્ટને દાતાઓ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. ટ્રસ્ટ વિષેની વાત કરતાં રાકેશભાઈ News 18 ને જણાવે છે કે ટ્રસ્ટના 56 ટ્રસ્ટીઓ અને 600 મેમ્બર દ્વારા જ આ બધુ કરવું શક્ય બને છે. દર વર્ષે આવા એક્ઝિબિશન ઉપરાંત વર્ષોથી ચાલી આવતી સેવાકીય પ્રવૃત્તિઓ ટ્રસ્ટની ઓળખ છે. ટ્રસ્ટની વર્ષ દરમિયાન ચાલતી પ્રવૃત્તિઓમાં યુરો ઈન્ડિયા ફેશ ફૂડ પ્રા.લિ. મુખ્ય દાતા રહે છે.પરંતુ આ એક્ઝિબિશનના દાતા જયદીપભાઈ ભીખડિયા હતા.



દર વખતે ફ્રી સ્ટોલનો લાભ લેતા શરમીષ્ઠાબેન News 18 સાથે વાત કરતાં જણાવે છે કે તેમને જ્યારે પણ મુસકાન એક્ઝિબિશનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવે છે ત્યારે તેમના ચહેરા પર દીકરી પિયર જવાની હોય તેવી મુસ્કાન આવી જાય છે, અને તેઓને અહી સ્ટોલ લગાવવાથી ખૂબ વેચાણ પણ થાય છે.

આ પણ વાંચો:  રાષ્ટ્રધ્વજનું ન કરશો અપમાન, અહી આપો રાષ્ટ્રધ્વજ અને પીવો ફ્રીમાં ચા

ઓર્ગેનિક અને હાથથી બનાવેલી વસ્તુઓ , ચિત્રકળા , આભૂષણો , કપડાં , અવનવી સુશોભનની વસ્તુઓ અને દરેક પ્રકારના ફરસાણ અને બીજું ઘણું બધુ આ એક્ઝિબિશનમાં એકસાથે મળી રહ્યું હતું.ઉપરાંત કેળાની છાલમાંથી બનાવેલા ઓર્ગેનિક પેડ, લીમડાની લાકડીમાથી બનેવલા ટુથબ્રશ, રાગીના ભૂગલા જેવાં યુનિક પ્રોડક્ટસ પણ અહી ઉપલબ્ધ હતા.
First published:

Tags: Rain in Surat, Surat Gujarati News, Surat news, Surat Samachar