Home /News /surat /સુરતમાં ગજબ છેતરપિંડી: મુગલ સમયના સોનાના સિક્કા હોવાનું કહી ખોટા સિક્કા આપતી હતી ગેંગ, આ રીતે ઝડપી પાડ્યા

સુરતમાં ગજબ છેતરપિંડી: મુગલ સમયના સોનાના સિક્કા હોવાનું કહી ખોટા સિક્કા આપતી હતી ગેંગ, આ રીતે ઝડપી પાડ્યા

આ ગેંગમાં બે પુરુષ સહિત એક મહિલા હતી

પકડાયેલી ગેંગમાં બે યુવકો સાથે એક મહિલા હતી પોલીસે મુગલ સમયના નકલી 250 સિક્કા સાથે 9 લાખ રૂપિયા કર્યા કબજે

સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સોના જેવા દેખાતા સિક્કા મુગલ સમયના હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગ સક્રિય થઇ હોવાની વિગતો સામે આવતા પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. જેમાં બે પુરુષ સહિત એક મહિલા હતી. પકડાયેલી ગેંગ પાસેથી પોલીસે નકલી 250 સોના જેવા દેખાતા સિક્કા સહિત 9 લાખનો મુદ્દા માલ કબજે કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સોના જેવા દેખાતા સિક્કા મુગલ સમયના હોવાનું જણાવી ખોટા સિક્કાઓ પધરાવી લોકો પાસેથી રોકડ રકમ પડાવતી ટોળકી સુરતના રાંદેર વિસ્તારમાં સક્રિય થઈ હતી. જોકે, આ મામલે સુરત પોલીસને અવારનવાર ફરિયાદ મળતી હતી. આ ફરિયાદના આધારે સુરત પોલીસે વોચ ગોઠવી હતી. જોકે, આ ગેંગમાં બે પુરુષ સહિત એક મહિલા હતી. જેવો એકબીજાના સાથે મેળાપીપણાથી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીએ એકબીજા અલગ અલગ દુકાન ઉપરથી દુકાનદારોને લલચાવી પોતાની માયાજાળમાં ફસાવી પોતાની પાસે રહેલા સોના જેવા દેખાતા સિક્કાઓ મુગલ સમયના હોવાનું જણાવી એક સોનાનો સાચો સિક્કો બતાવી વિશ્વાસમાં લઈ પોતાની પાસે રહેલા અને અન્ય સોનાના નકલી સિક્કા પધરાવી દેતા હતા.



રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 'લીલા'નો વધુ એક વીડિયો વાયરલ

આ લાકો વેપારી પાસેથી રકમ પડાવી છેતરપિંડી કરતા હોવાની વિગતોના આધારે પોલીસે વોચ રાખીને મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં સચિન ખાતે રહેતા દીપક ઉર્ફે રમેશ હીરાલાલ શર્મા ,મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી અને હાલમાં સચિન ખાતે રહેતા શંભુ રૂપે શંકર મોહનભાઈ બગેલ તથા મહારાષ્ટ્રના જલગાવ ખાતે ની વતની અને હાલ સચિન વિસ્તારમાં રહેતી નીતા ઉર્ફે ગીતા કનૈયા રાયની પોલીસે ધરપકડ કરી હતી.

યુક્રેનથી પરત ફરેલા 18 હજાર ભાવિ ડોક્ટર્સનું કેરિયર દાવ પર અને યુનિવર્સિટીઓએ ચલાવી ઉઘાડી લૂંટ

જોકે, આ લોકોની પૂછપરછ કરતા જ પોતે કરેલા ગુનાની કબુલાત કરી હતી. મુઘલ સમયના સોના જેવા દેખાતા નકલી 250 સિક્કા સાથે 9 લાખ રૂપિયા રોકડા કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પકડાયેલી ગેંગના ત્રણેય સભ્યો ભૂતકાળમાં કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, છેતરપિંડી, સુરત

विज्ञापन
विज्ञापन