Home /News /surat /સુરત: પેટ્રોલ પંપ પર જબરી છેતરપિંડી, ટાંકીમાંથી પેટ્રોલ ઓછું નીકળતાં બોલાવી પોલીસ

સુરત: પેટ્રોલ પંપ પર જબરી છેતરપિંડી, ટાંકીમાંથી પેટ્રોલ ઓછું નીકળતાં બોલાવી પોલીસ

બુલેટમાં 300 રુપિયાનું પેટ્રોલ નખાવ્યું હતું પરંતુ ટાંકીમાંથી માત્ર આટલું જ પેટ્રોલ નીકળ્યું

સુરત: જોજો પેટ્રોલ પંપ પર છેતરાતા નહીં. ફરી એક વખત પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઓછું ભરવામાં આવતું હોવાની ફરિયાદ. બુલેટમાં 300 રુપિયાનું પેટ્રોલ નખાવ્યું હતું પરંતુ ટાંકીમાંથી માત્ર આટલું જ પેટ્રોલ નીકળ્યું

સુરત: પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની વાત અનેક વખત ચર્ચાઇ ચૂકી છે. ગ્રાહકો દ્વારા પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ પૂરવામાં આવતી હોવાની ફરિયાદો સામાન્ય રીતે થતી જ હોય છે. આ વાત ફરી એક વખત ચર્ચામાં આવી છે. સુરતમાં આવી જ એક ઘટના બની છે. જેમાં વાહનચાલકે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઓછું પૂરવા મામલે આરોપ મૂક્યો છે. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. પેટ્રોલ પૂરાવ્યા બાદ ઓછું પેટ્રોલ ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. જે મામલે ગ્રાહકે પોલીસ બોલાવી હતી અને પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટાંકીમાંથી માત્ર 2 લિટર પેટ્રોલ નીકળ્યું

સુરતના ડીંડોલીમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ કટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શક્તિ પેટ્રોલિયમમાં પેટ્રોલ કટ માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગ્રાહકે બુલેટમાં 300 રુપિયાનું પેટ્રોલ નખાવ્યું હતું અને ટાંકીમાંથી માત્ર 2 લિટર પેટ્રોલ નીકળ્યું હતું. જે બાદ ગ્રાહક સાથે સમાધાન કરવા મેનેજરે હસ્તક્ષેપ કર્યો હતો. જ્યારે ગ્રાહકે પેટ્રોલ પંપ પર પોલીસ બોલાવી હતી. ડીંડોલી પોલીસે પેટ્રોલ પંપ પર કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, અગાઉ પણ પેટ્રોલપંપ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાના આરોપ લાગ્યા છે.

આ પણ વાંચો: 106 વર્ષના વૃદ્ધાની વાજતે-ગાજતે અંતિમયાત્રા નીકળી, અબિલ ગુલાલ-કંકુની છોળો ઉડી

પેટ્રોલ ભરાવતાં સમયે આ વાતોનું ધ્યાન રાખો

પેટ્રોલ ભરાવતાં વખતે ગ્રાહકોએ પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. કેમ કે, પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે બિનજરૂરી વાત કરવાનું ટાળવું જોઇએ. ઉપરાંત પેટ્રોલ પંપ પર ભીડ હોય ત્યારે ગ્રાહકોએ ખાસ ધ્યાન રાખવું જોઇએ. પેટ્રોલ પંપના મીટર પર ધ્યાન આપો, જો પંપનું મીટર શૂન્ય ન દેખાતું હોય તો પહેલા કર્મચારીને તેના વિશે જાણ કરો. સખત સૂર્યપ્રકાશમાં પેટ્રોલ ખરીદવાનું ટાળો, સવારે અથવા સાંજે પેટ્રોલ ખરીદો. આવા સમયે પેટ્રોલની ઘનતા ઘણી સારી હોય છે. ગ્રાહકો ઈચ્છે તો પેટ્રોલની શુદ્ધતા ચકાસી શકે છે.
First published:

Tags: Gujarat News, Surat news