Mehali tailor,surat: સુરત શહેરને વધુ એક ગર્વ એક મધ્યમ વર્ગીય બાળકે અપાવ્યું છે. સુરતના એક રીક્ષા ચાલકનો દીકરા શશાંક તંબોલી જે માત્ર 20 વર્ષની ઉંમરે CA ,CS,અને CMSની ડિગ્રી પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં ભારતમાં પ્રથમ યુવક બની ગયો છે જેણે આટલી નાની ઉમરમાં આ ડિગ્રી હાંસલ કરી છે. આ સિદ્ધિ બદલ શશાંકને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળશે. પુત્રની આ સિદ્ધિ જોઇને પિતાના આંખમાં આંસુ આવી ગયા હતા અને તેઓ ખુબ જ ખુશ થયા હતા.
શશાંક તંબોલી એ રાજસ્થાનમાં ભીલવાડ ગામમાંથી સામાન્ય પરિવારમાંથી આવે છે અને તે મકાન ભાડે રાખી રહેતા હતા. તેમના પપ્પા ઓટો રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.ધોરણ 12 સુધીનો અભ્યાસ સરકારી શાળામાં કર્યો હતો. 15 વર્ષની ઉંમરે જ શશાંક સી.એ બનવાના સપના સેવ્યા હતા અને તેમને સાકાર કરવા માટે કાર્ય પણ ચાલુ કરી દીધું હતું. તેને 15 વર્ષની ઉંમરે જ સુરતના CA રવિ છાવછરીયાના નિશુક્લ પ્રોગ્રામમાં સી.એનું ભણતર સિલેક્ટ કરી ટ્રેનિંગ ચાલુ કરી દીધી હતી.અને એક જ પરીક્ષાની ટ્રાયલ આપી દરેક પરીક્ષા પાસ કરી ડિગ્રી મેળવી છે
રીક્ષા ચાલકના બાળકે આ ડિગ્રી પ્રાપ્ત કરી
રવિ છાવછરીયાએ દર વર્ષે એક પ્રોગ્રામ કરે છે જેમાં દર વર્ષે 40થી 45 એવા બાળકોને સિલેક્ટ કરે છે જે આ ડિગ્રી મેળવવા માટે આર્થિક રીતે સક્ષમ નથી હોતા. અને આવા બાળકોને રવિ છાવછરીયા સિલેક્ટ કરી તેમને રહેવા- ખાવા અને દરેક સુવિધા ની;શુક્લ આપે છે. જેથી આવા બાળકો ફીના કારણે પાછળ રહી ન જાય અને શશાંક પણ આ જ બાળકોમાંથી એક બાળક છે. જેમને આજે માત્ર પોતાનું જ નહિ પરંતુ પોતાના માતા -પિતાનું અને શહેરનું નામ રોશન કર્યું છે
15 વર્ષની ઉંમરે જ તૈયારીઓ શરુ કરી
15 વર્ષની ઉંમરે બાળકને આગળ ક્યાં અને કયો વિષયમાં રસ છે તેની પણ સમજણ હોતો નથી. ત્યારે આ ઉંમરે શશાંકએ સી.એનો અભ્યાસ શરુ કરી દીધો હતો. આજે લોકો મોંઘી મોંઘી શાળાઓમાં બાળકને ભણતર આપી રહ્યા છે. અને એવું મને છે કે આજ શાળામાં આભ્યાસ કરી બાળક હોશિયાર બની શકે એવા વાલીઓ માટે આ ઉદાહરણ સમાન કિસ્સો છે કે બાળક કોઈ પણ શાળામાં શિક્ષણ લઇ આગળ આવી શકે છે. જરૂર છે તો માત્ર બાળકની ઈચ્છાશક્તિની.
માતા ઘર કામ કરે છે અને પિતા રીક્ષાચાલક છે. અને કોઈ પણ વધારાની સુવિધા વગરની લાફસ્ટાઈલ વચ્ચે પણ આ યુવકે પોતાનું ખુબ મોટું સપનું ખુબ નાની ઉંમરે પૂરું કરી. સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ દરેકે અભ્યાસ કરતા અને આર્થિક રીતે પછાત બાળકો માટે બન્યા છે કે વિદ્યાને સાચી મેહનતથી પ્રપ્ત કરવા કોઈ પણ વિઘ્ન આડે આવતા નથી
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Auto rikshaw Driver, Record, સુરત