Surat Fire Brigade Rescue : સુરતમાં ફાયર બ્રિગેડના રેસ્ક્યૂનો વીડિયો
Surat Monkey Rescue Video : સુરતના અલથાણ (Althan surat) વિસ્તારમાં પાણીની એક ટાંકી પર 100 ફૂટ ઊંચેથી હાઇડ્રોલિક ક્રેઈનની મદદથી એક વાનરનું રેસ્ક્યૂ. ફાયરની કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ
સુરત : સામાન્ રીતે આગ લાગે ત્યારે લોકાના જીવ બચાવતી ફાયર બ્રિગેડ (fire Brigade) એક વાનરના જીવ માટે પણ કેટલી સંવેદનશીલ છે તે સુરતના (Surat) આ વીડિયો (Video) પરથી જાણવા મળશે. સુરતમાં આજે ફાયર બ્રિગેડે 100 ફૂટની ઊંચાઈએ પાણીની ટાંકી પર ફસાયેલા કપિરાજનું રેસ્ક્યૂ (Surat Monkey Rescue Viral Video) કર્યુ હતું. સુરત માં શોલે પિક્ચર ની યાદ તાજી કરે તેવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક પાણીથી ટાંકીમાં વાનર ફસાઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
સુરતના અલઠાણ ભીમરાડ નજીક તિરૂપતિ સર્કલ નજીકની પાણી ની ટાકી આવેલી છે આ પાણી ટાંકી હાઈટ આશરે 100 ફૂટ ની છે ફૂટની હાઈટ પર એક વાદરો ફસાયો હતો. જેને પગલે લોક ટોળું ભેગું થયું હતું અમે જાને શોલે પિકચરની જૂની યાદો તાજી થઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.
બનાવ ને પગલે વાનરને બચાવવા માટે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ઘટના સ્થળે પહોંચીને ફાયરના જવાનોએ હાઇડ્રોલિક ક્રેઇન ની મદદથી વાદરા ને નીચે ઉતાર્યો હતો.
વાનાના રેસ્ક્યુ ને લઈ લોકો ને સોલે ફિલ્મ યાદ આવી ગઈ હતી .બસંતી સે મેરા બિહા કરા ડો તો નીચે ઉતર જાઉગા કહેતા ધર્મેન્દ્રની યાદ તાજી થઈ હતી જોકે વાદરાને ક્રેઇન ઉપર દોડી ને નીચે ઉતરી ભાગ્યો હતો કેટલીક મિનિટ માટે લોકો નું મનોરંજન બન્યું હતું.
જોકે સ્થાનિક લોકોએ આ વાંદરા ને બચાવવા માટે ફાયર બ્રિગેડને જાણકારી આપતા જ fire brigade હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ 30 મીટર કરતાં વધારે ઊંચાઈ પર મોકલ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ આવાં રોજ ટ્રેક્ટરની મદદથી નીચે આવી ગયો હતો.
જોકે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સાથે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને જે પ્રકારે સુરક્ષા વિભાગે રેસ્ક્યુ કરીને આવવાનું બચાવશે તેને લઈને લોકોમાં ખુશીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર