Home /News /surat /

સુરત: ખેડૂત આપઘાત મામલો, જમીન પચાવી ત્રાસ આપનાર આરોપી રાજુ ભરવાડ, ભાવેશ સવાણીની ધરપકડ

સુરત: ખેડૂત આપઘાત મામલો, જમીન પચાવી ત્રાસ આપનાર આરોપી રાજુ ભરવાડ, ભાવેશ સવાણીની ધરપકડ

સુરત - ખેડુત આપઘાત કેસ

બેની ધરપકડ, આ સિવાય સંકળાયેલા અન્ય આરોપીને પકડી પાડવા માટે વિગતો મેળવી કાર્યવાહી પોલીસે શરુ કરી છે.

સુરતના અડાજણ ખાતે રહેતા અને સુરત જુલા માંડવી તાલુકામાં કોરી ચલાવતા દુર્લભ પટેલની જમીન પચાવી પાડ્યા બાદ સતત માનસિક ત્રાસ આપતા આ ખેડૂતે આપઘાત કર્યો હતો. જોકે આપઘાત બાદ એક સુસાઇટ નોટ મળતા જેમાં પોલીસ સાથે અનેક લોકોના નામ સામે આવ્યા હતા. આ કેસમાં આજે જિલ્લા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ કેસ ગુજરાતના સીએમ ઓફિસ સુધી પહોંચતા સરકાર દ્વારા એક એસઆઈટી રચના કરવામાં આવી છે, ત્યારે આ કેસના અન્ય આરોપી આગામી દિવસોમાં પોલીસ પકડી પડી આ સમગ્ર કેસમાં અનેક ખુલાસા કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અડાજણ ખાતે રહેતા અને ખેતી સાથે વેપાર કરતા દુર્લભ પટેલ સુરત જિલ્લાના ખાજરોલી ગામ ખાતે જલારામ સ્ટોન કોરી પણ ધરાવે છે. દુર્લભભાઈ એ ગત તારીખ 7 સપ્ટેબરના રોજ પોતાની કોરીમાં ખાનમાં પાણી ભરેલ હતું, તેમાં જ કૂદી તેમણે આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલામાં આપઘાત સાથે પોલીસને એક સુસાઇટ નોટ પણ મળી આવી હતી, જેમાં દુર્લભ ભાઈએ તેઓએ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન તારીખ 17-03-14ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી.

આ જમીન બાબતે જમીન લેનાર વ્યક્તિને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી. આ તમામ કેસ ઉકેલાયા બાદ જાન્યુઆરી, 2020માં રાંદેર પોલીસ સ્ટેશનના PIએ દુર્લભભાઈ તેમજ તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ કરી જમીન બાબતે નોટરી કરી આપવાનું કહ્યું હતું. આ બાબતે રાતોરાત લખાણ કરાવી લીધું હતું. જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું.

આ પણ વાંચો - સુરત: બે મિત્રો પર જીવલેણ હુમલો, બાલા ભરવાડ સહિત આઠ લોકો તલવાર, ધોકા લઈ તૂટી પડ્યા

મૃતકના દીકરાએ આપેલી ફરિયાદ પ્રમાણે આ મામલે તેઓ તેમના પિતા સાથે પોલીસ કમિશનરને અરજી આપવા જવાના હતા. જોકે, પિતાએ તે પહેલા જ આપઘાત કરી લીધો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, રાંદેરના પીઆઈએ તેમના પિતાને અનેક વખત ધાક-ધમકી આપી હતી. જોકે પોલીસને આ મામલે સુસાઇટ નોટના આહારે પોલીસે 1 લોકો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર મામલો સીએમ ઓફિસ સુધી પહોંચતા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી.

સુરત ગ્રામીય પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારે તમામ આરોપી હાલમાં ભાગી છૂટ્યાં છે, ત્યારે પોલીસની ચાર જેટલી ટિમ આરોપીઓને પકડી પાડવા માટે સતત કાર્યરત હતી, ત્યારે આ કેસમાં સંડોવાયેલા આરોપી રાજુ ભરવાડ અને ભાવેશ સવાણી રાજસ્થાનથી સુરત ખાતે આવી રહ્યા છે તેવી બાતમી મળતા, પોલીસે વોચ કરીને ભરૂચ ખાતેથી બંનેને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપી રજુ ભરવાડ પાસેથી પોલીસે એક રિવોલ્વર પણ કબજે કરી છે. પકડાયેલ આરોપીમાં રાજુ ભરવાડ જમીનનો કબ્જો મેળવા દુર્લભ પટેલને ત્રાસ આપતો હતો.

હાલમાં પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી આ કેસની તમામ જીણવટ પૂર્વકની તપાસ પોલીસે શરુ કરી છે. આ સિવાય આરોપી સાથે સંકળાયેલા અન્ય આરોપીને પકડી પાડવા માટે વિગતો મેળવી કાર્યવાહી પોલીસે શરુ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Gujarat Farmer Suicide

આગામી સમાચાર