Home /News /surat /સુરત: સ્કોર્પિયો ગાડી માટે 0001 નંબર મેળવવા ખેડૂતો ચૂકવ્યા અધધ 5.89 લાખ રૂપિયા, અત્યારસુધીની સૌથી મોટી બોલી
સુરત: સ્કોર્પિયો ગાડી માટે 0001 નંબર મેળવવા ખેડૂતો ચૂકવ્યા અધધ 5.89 લાખ રૂપિયા, અત્યારસુધીની સૌથી મોટી બોલી
કારના નંબર માટે ચૂકવ્યા 5.89 લાખ રૂપિયા.
Surat RTO choice number: સુરત આરટીઓ તરફથી ફોર વ્હીલર વાહનોના નંબરોની નવી સિરીઝ GJ-5-RS માટે તાજેતરમાં ઈ-હરાજી થઈ હતી. જેમાં 0001 નંબર માટે રૂપિયા 5.89 લાખની મહત્તમ બોલી લગાવાઈ હતી.
સુરત: ગુજરાતનું સુરત અને સુરતીઓ હંમેશા તમામ વસ્તુઓમાં આગળ રહેવાનું પસંદ કરતા હોય છે. પછી તે ગાડીનો નંબર (Vehicle choice number) મેળવવાની વાત કેમ ન હોય. મીડિયામાં અવારનવાર વાહનો માટે મનપસંદ નંબર મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. સુરત આરટીઓ (Surat RTO)માં હાલની નવી સિરીઝની હરાજી શરૂ કરવામાં આવી હતી, જેમાં હજીરા વિસ્તારમાં રહેતા એક ખેડૂતે પોતાની 22 લાખ રૂપિયાની ગાડીના એક નંબર માટે પાંચ લાખ 89 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે.
મનપસંદ નંબર માટે મોટી રકમ ચૂકવી
સુરતના સુરતીઓ પોતાના મોજશોખ માટે જાણીતા છે. પોતાના શોખ માટે અથવા રૂપિયા ખર્ચવામાં તેઓ કદી પાછા પડતા નથી. પોતાના શોખ માટે તેઓ અધધધ રૂપિયા ખર્ચતા હોય છે. તેમા પણ પોતાની મનપસંદ ગાડી અને તેના નંબર પાછળ લાખો રૂપિયા ખર્ચતા હોય છે. દર વર્ષે સુરત આરટીઓ પસંદગીના નંબરોથી લાખો રૂપિયાની કમાણી કરે છે. બે દિવસ પહેલા પણ ગાડીના નંબર નવી સિરીઝ માટે લાખો રૂપિયા ખર્ચ કરવાનો મામલો સામે આવ્યો છે.
આરટીઓ દ્વારા ફોર વ્હીલર વાહનોના નંબરોની નવી સિરીઝ GJ-5-RSનું ઈ-ઓક્શન કરાયું હતું. જેમાં 0001 નંબર માટે રૂપિયા 5.89 લાખની મહત્તમ બોલી લગાવાઈ હતી. આરટીઓ દ્વારા રૂપિયા 5.89 લાખમાં આ નંબર વાહન માલિકને ફાળવી દેવાયો હતો.
આરટીઓ સાથે વર્ષોથી સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે ફોર વ્હીલરના પસંદગીના નંબર માટેની અત્યારસુધીની સૌથી મહત્તમ બોલી છે. અત્યારસુધી 5 લાખથી વધુની બોલી ફોર વ્હીલર માટે લગાવાઈ હોય એવું ધ્યાનમાં નથી. આ વખતના ઈ-ઓકશનમાં મોરાભાગળમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા વ્યક્તિએ 0001 નંબર લેવા રૂપિયા 5.89 લાખની બોલી લગાવી હતી અને નંબર મેળવવામાં સફળતા મેળવી હતી.
" isDesktop="true" id="1210173" >
આરટીઓને લાખોની કમાણી
મળતી માહિતી પ્રમાણે મહિન્દ્રા સ્કોર્પિયો માટે 0001 નંબર મેળવવા આટલી બોલી લગાવી હતી. શહેરમાં સ્કોર્પિઓ 12થી 18 લાખ સુધીમાં મળે છે. નવી સિરીઝને લઈને સુરત આરટીઓને કરોડો રૂપિયાની આવક થઈ છે. ફોરવ્હીલર હોય કે ટુ વ્હીલર સુરતીઓ નંબર માટેનો ક્રેઝ સૌથી વધુ જોવા મળતો હોય છે અને આ જ કારણે સુરત આરટીઓની આવક ગુજરાતભરમાં સૌથી વધુ હોવાની વિગતો પણ સામે આવી રહી છે.