શહેરના રાંદેર દાંડી (rander surat) રોડ પર આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલ નામના (Farmer kirt pate) ખેડૂતે ગુરૂવારે રાત્રે જમીનના વિવાદમાં આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કિરીટ પટેલે મોટી વેડ ગામની એક કિંમતી જમીન મગન દેસાઇ નામના બિલ્ડર ગ્રુપને 2 વર્ષ પહેલા વેચાણ કરી હતી. જોકે આ જમીનના રૂપીયા ચુકવવામાં આવ્યા ન હોય આર્થિક ભીંસમાં મુકાયેલા કિરીટ પટેલે ગુરૂવારે રાત્રે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. દુર્લભ પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસને હજી 10 દિવસ થયા છે ત્યારે શહેરમાં વધુ એક જમીનના વિવાદ સામે આવ્યો છે. કિરીટ પટેલે આત્મહત્યા કરતા પેહલાં સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મારી પર લેણદારોનું દબાણ વધી ગયું છે અને મગન દેસાઈ મને મારા રૂપિયા આપતા નથી જેથી હું આ પગલું ભરી રહ્યો છું.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રાંદેર સુંદરવન સોસાયટીમાં રહેતા ખેડૂત કિરીટ ડી.પટેલે ગુરૂવારે રાત્રે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા કિરીટ ધીરજભાઇ પટેલે પોલીસને સંબોધીને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, 'મારૂ દેવુ વધી ગયું છે. જેથી હું આત્મહત્યા કરુ છું, મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસા લાઉં મારે મગન દેસાઇ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે. ગુરુકૂળ ચોકી પર પણ મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે તમે સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઇ હેરાન ન કરે તે જોજો. ઘણુ લખવાનું છે પણ મારી પાસે સમય નથી. તમે ઇન્ક્વાયરી કરી લેજો મને તમારી પર પુરો ભરોશો છે.'
" isDesktop="true" id="1026169" >
પ્રાપ્ત વિગતો અનુસાર સને 2018માં મોટી વેડ ગામની અંદાજે 2 કરોડની જમીન મૃતક કિરીટ ડી.પટેલે બિલ્ડર મગન દેસાઇને વહેચી હતી. આ જમીનની રકમ કિરીટ ડી.પટેલે લેવાની બાકી નિકળતી હતી. કિરીટ પટેલને જમીનના રૂપીયા ચુકવવા વાયદા કરવામાં આવી રહ્યા હતા.
બીજી તરફ કિરીટ પટેલને બે સંતાન સહિતના પરિવારનું ભરણપોષણ કરવાનું હોય તેમને માથે પણ દેવું થઇ ગયું હતું જેથી વ્યાજવાળા તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા હોય જમીનના રૂપીયા છુટા નહીં થતા કિરીટ ડી.પટેલે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસે સુસાઈ ડ નોટ સહિત મૃતકનો ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે .
પરિવારે પોલીસનેજાણકારી આપી હતી કે કિરીટભાઈ સ્કૂલવાન ચલાવતા હતા પણ લોકડાઉનમાં ધન્વતંરી રથમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. નાણાકીય આયોજનમાં કાચા પડી ગયા હતા. સ્યુસાઇડ નોટમાં મગન દેસાઈએ પૈસા નહીં આપ્યાનો ઉલ્લેખ છે તે દેસાઈ એન્ડ લાખાણી ડેવલોપર્સના સંચાલક મગન દેસાઈ સાથે સંપર્ક કરતા એમને કાલે વાત કરવા જણાવ્યું હતું. જેને લઈને તે સતત માનસિક તણાવ અનુભવતા હતા. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે